Liquor Smuggling Busted:બૂટલેગરોનો દેશી જુગાડ ફરી પકડાયો, બે દિવસમાં બે ‘ચોરખાનાવાળા’ બાઈક ઝડપાયા

0
109
Liquor Smuggling
Liquor Smuggling

Liquor Smuggling Busted:વડોદરામાં દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવા કીમિયા અજમાવે છે, પરંતુ પોલીસની સતર્કતાથી તેઓ વારંવાર ઝડપાઈ રહ્યા છે. છાણી પોલીસ સ્ટેશનની ટીમે માત્ર બે દિવસમાં બીજી વખત બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બૂટલેગરોને ઝડપી પાડી કડક કાર્યવાહી હાથ ધરી છે.

Liquor Smuggling Busted:પેટ્રોલ ટાંકીમાં બનાવેલું ચોરખાનું ખુલ્લું

Liquor Smuggling Busted

છાણી પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે ઓમકારપુરા તરફથી બાજવા ચેકપોસ્ટ તરફ એક હોન્ડા શાઇન બાઈકમાં બે વ્યક્તિઓ વિદેશી દારૂ લઈ જઈ રહ્યા છે. બાઈકની પેટ્રોલ ટાંકીમાં ખાસ ચોરખાણું બનાવી તેમાં દારૂ છુપાવવામાં આવ્યો હોવાની માહિતી મળતાં પોલીસ ટીમે સ્ટેશન સામેના રોડ પર વોચ અને તપાસ ગોઠવી હતી.

નિયત સમયે બાતમી મુજબની હોન્ડા શાઇન બાઈક (નં. GJ-34-E-0375)ને અટકાવી તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. બાઈકની પેટ્રોલ ટાંકી અને સીટ ઉંચી કરતા અંદરથી વિદેશી દારૂની પ્લાસ્ટિક બોટલોના ઢગલા બહાર આવ્યા હતા.

Liquor Smuggling Busted:63,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

તપાસમાં પેટ્રોલ ટાંકીમાં બનાવેલા ચોરખાણામાંથી રૂ. 28,200ની કિંમતની 188 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ ઉપરાંત બે મોબાઇલ ફોન અને બાઈક સહિત કુલ રૂ. 63,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Liquor Smuggling Busted:પકડાયેલા આરોપીઓ

Liquor Smuggling Busted
  1. ગોપાલભાઈ ચેતનભાઈ રાઠવા
    (રહે. હોળી ફળિયું, લગામી ગામ, પો. ડોલરીયા, તા. જિ. છોટાઉદેપુર)
  2. અજયભાઈ ગોપાલભાઈ રાઠવા
    (રહે. વચ્ચલું ફળિયું, ખોરવણીયા ગામ, તા. જિ. છોટાઉદેપુર)

બે દિવસ પહેલા પણ આવી જ કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા પણ છાણી પોલીસ સ્ટેશનની ટીમે ગુપ્ત બાતમીના આધારે હોન્ડા શાઇન બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાણું બનાવી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તે વખતે બાઈકની ટાંકી અને સીટ નીચે છુપાવેલા વિદેશી દારૂના 144 ક્વાર્ટર મળી આવ્યા હતા અને રૂ. 64 હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીમાં પરેશભાઈ નગીનભાઈ રાઠવા (ઉ.વ. 30) અને રણજીતભાઈ ભરતભાઈ રાઠવા (ઉ.વ. 29), બંને રહે. છોટાઉદેપુર જિલ્લાના,ની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસની કડકાઈથી બૂટલેગરોમાં ફફડાટ

લગાતાર બે દિવસમાં બાઈકની પેટ્રોલ ટાંકીમાં ચોરખાણાં બનાવી દારૂની હેરાફેરીના કેસો ઝડપાતા છાણી પોલીસની સતર્કતા સામે આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂની હેરાફેરી માટે કેટલો પણ ‘દેશી જુગાડ’ અપનાવવામાં આવે, કાયદાની પકડમાંથી બચવું મુશ્કેલ છે.

આ પણ વાંચો :Somnath Swabhiman Parv:હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ શિવમય: નાગા સાધુઓની ઐતિહાસિક રવાડી