અમેરિકાની જેમ પાકિસ્તાનના આતંકી કેમ્પોના કેવી રીતે છોતરાં કાઢી નાખશે ભારત

0
146

ભારતમાં નાના પણ ઘાતક ડ્રોન નિર્માણ અંગે મોટી સફળતા મળી છે. એવું આર્મ્ડ ડ્રોન તૈયાર કરાયું છે, જે નાની મિસાઈલથી હુમલો કરી અમુક જ ક્ષણમાં શત્રુઓની ટેન્કના ભૂક્કા ભોલાવી દેશે. આમ તો હથિયારયુક્ત ડ્રોનના નિર્માણમાં ડીઆરડીઓ પણ વ્યસ્ત છે પણ આ આર્મ્ડ ડ્રોનનું નિર્માણ સૈન્યના મેક-2 પ્રોજેક્ટ હેઠળ એક ખાનગી કંપની દ્વારા કરાયું છે. સૈન્યના સૂત્રોના જણાવ્યાનુસાર 30-40 કંપનીઓ સૈન્ય સાથે મળીને ડ્રોન નિર્માણનો પ્રયાસ કરી રહી છે. તે સૈન્યની જરૂરિયાતને અનુરૂપ ડ્રોન તૈયાર કરી રહી છે. આ મામલે એક નિર્માતાએ આર્મ્ડ ડ્રોન બનાવવામાં સફળતા મેળવી છે. આ ડ્રોનને 10-12 કિગ્રા સુધીની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી લેસ કરી શકાય છે.  તે 15-20 કિ.મી. દૂર જઈને મિસાઈલ હુમલા પણ કરી શકે છે. શરૂઆતમાં તેનું સફળ પરીક્ષણ કરાયું છે.