WTC ફાઈનલ પહેલા દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગની ભારતને સલાહ

0
141

ભારતે જાડેજા અને અશ્વિનને રમાડવા જોઈએ : પોન્ટિંગ

જાડેજાની પ્રતિભા તેના બોલ કરતા બેટમાં વધુ : પોન્ટિંગ

અશ્વિન કુશળ અને સારો ટેસ્ટ બોલર છે : પોન્ટિંગ

૭ જૂનથી ૧૧ જૂન વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટીંગે ભારતીય ક્રિકેટ ટીમને સલાહ આપતા કહ્યું છે કે, “ભારતે પોતાની ટીમમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનને ચોક્કસથી સામેલ કરવા જોઈએ. કારણ કે, જાડેજાની પ્રતિભા બોલ કરતા બેટમાં વધુ છે. જેથી તેમના પાર્ટનર અશ્વિનનો ટીમમાં સમાવેશ એ નિર્ણાયક બની શકે છે.” પોન્ટીંગે વધુમાં કહ્યું હતું કે, “ મને ખરેખર લાગે છે કે, તેઓ જાડેજા અને અશ્વિનને પસંદ કરશે. જાડેજા નંબર 6 પર બેટિંગ કરી શકે છે. તેની બેટિંગમાં એટલો સુધારો થયો છે કે તેને એક એવા બેટ્સમેન તરીકે પસંદ કરી શકાય છે જે જરૂર પડ્યે થોડી બોલિંગ પણ કરી શકે છે. કેમ કે, જો રમત પાંચમા દિવસે જાય છે અને પીચ બદલાવા લાગે છે, તો તમારી પાસે સ્પિન બોલિંગનો બીજો વિકલ્પ છે અને એમાં કોઈ શંકા નથી કે, અશ્વિન કુશળ અને સારો ટેસ્ટ બોલર છે.”