લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

0
205
લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો
લીકર કૌભાંડ : આપ નેતા સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો

દિલ્હી લીકર કૌભાંડ કેસમાં તિહાડ જેલમાં બંધ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને દિલ્હી હાઈકોર્ટનો ઝટકો લાગ્યો છે . દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહે ED ની ધરપકડ સામે કરેલી અરજીને ફગાવી દીધી છે દિલ્હી લીકર કૌભાંડમાં EDએ સંજય સિહની ધરપકડ કરી હતી.અને તેનો વિરોધ કરવા કરતી અને ધરપકડને પડકારતી અરજી સંજય સિહે કરી હતી. દિલ્હી કોર્ટે કહ્યું કે કાયદો દરેક નાગરિક માટે સમાન છે જસ્ટીસ સ્વર્ણ કાન્તાએ કહ્યું કે આ નિર્ણય નિયમો અનુસાર છે. કાયદો દરેક માટે એક સરખે છે. પછી ભલે નેતા હોય કે સામાન્ય નાગરિક. આ ઉપરાંત આ કેસની તપાસ પ્રાથમિક તબક્કે છે આ એક રાજકીય પ્રેરિત કેસ હોવાની દલીલ પર જસ્ટીસે કહ્યું કે ED દેશની મુખ્ય તપાસ એજન્સી છે અને કોર્ટ આ વાત સાબિત કરતી રેકોર્ડ પરની સામગ્રીની ગેરહાજરીમાં ચર્ચાનો ભાગ બની શકે નહિ. દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસે જહ્યું કે તેમની સામે ફોજદારી કેસમાં અન્ય કોઈપણ આરોપીઓ સાથે સમાન વાર્તા કરવું જોઈએ . જો દરેક વ્યક્તિને તેની સાર્વજનિક છબી બચાવવાનો અધિકાર છે પરંતુ તે જાળવી રાખવાથી ગુનાની તપાસ કરવાના રાજ્યના અધિકારમાં અવરોધ ન શકે. ભલે તે રાજકીય વ્યક્તિ છે સમાન વ્યહવાર થવો જોઈએ. વધુમાં કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ તપાસ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની અરજી દાખલ કરવાનું કારણ સમજાતું નથી . અને તેજ કટાણે દિલ્હી હાઈકોર્ટે આપ નેતા સંજય સિંહની જમીન અરજી ફગાવી દીધી છે.

સંજય સિંહના વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી હતી તે અંગે કોર્ટે સ્વીકાર્યું અને કહ્યું કે કત્દાની યોગ્ય પ્રક્રિયા અને ED દ્વારા સાક્ષી દિનેશ અરોરાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તે દબાણ હેઠળ અથવા પ્રક્રિયા વિના રેકોર્ડ કરવામાં આવ્યું હતું. કેમ તે પ્રશ્ન આ તબક્કે ધ્યાનમાં લઇ શકાય નહિ સંજય સિંહ તરફથી હાજર વકીલે કહ્યું કે EDએ કાયદાની યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં નથી આવી. કોર્ટે કહ્યું કે જ્યાં સુધી તમામ બાબતો પર જ્યાં સુધી વિચાર ન કરી શકીએ જ્યાં સુધી તપાસકર્તા એજન્સીએ લગાવેલા આરોપોના દસ્તાવેજ અને પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં ન આવે . ED તરફથી હાજર રહેલા વકીલ દ્વારા દલીલ કરવામાં આવી કે ન્યાયિક કસ્ટડી છે આવી સ્થિતિમાં અને તેમની અરજી પર સુનાવણી કરવાનું કોઈ કારણ નથી. સરકારી સરકારી સાક્ષી દિનેશ અરોરાના નિવેદનોને ટાંકીને કહ્યું કે મની લોન્ડરિંગ એક પોતાનો સ્વતંત્ર ગુનો છે અને સંજય સિંહને આ તબક્કે જામીન આપવામાં આવશે તો કેસમાં છેડછાડ થવાની આશંકા છે.