મુંબઈમાં ડિજિટલ બસ સ્ટેશનની શરૂઆત- મહિલા સુરક્ષા જેવી હાઈટેક સુવિધાઓથી સજ્જ

0
160

મુંબઈમાં દરરોજ લાખો લોકો બેસ્ટ બસમાં મુસાફરી કરે છે અને પોતાના નક્કી સ્થળો પર પહોંચે છે. મુંબઈમાં બેસ્ટ બસની બસો મુસાફરી કરવાની રીતમાં ઝડપી અને સાથે-સાથે સસ્તી પણ છે. મુંબઈમાં બેસ્ટની બસોના માધ્યમથી લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે નવી-નવી યોજનાઓ બનાવવામાં આવે છે. મુસાફરોની સુવિધાઓનું ધ્યાન રાખતા મુંબઈમાં વરલી વિસ્તારમાં ડિજિટલ બસ સ્ટોપની શરૂઆત કરવામાં આવી છે. વરલી બસ સ્ટોપ પર મુસાફરોની સુવિધાઓ માટે લાઈબ્રેરી બનાવવામાં આવી છે જ્યાં તેઓ આ પુસ્તકોને વાંચી શકે છે. સાથે જ બસ સ્ટોપ પર સીસીટીવી કેમેરા અને ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. આ સિવાય બસ સ્ટોપ પર મહિલા મુસાફરોની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઈન્ડિયાએ આ બસ સ્ટોપને શાનદાર લુક આપ્યો છે. 35 લાખ રૂપિયાના ખર્ચે ડિજિટલ બસને પુનર્નિમિત કરવામાં આવી છે.