હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ભૂસ્ખલન

0
56
Landslides due to heavy rains in Himachal Pradesh
Landslides due to heavy rains in Himachal Pradesh

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ
ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી

વાહન વ્યવવાહર પ્રભાવીત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની રહી છે. મંડી જિલ્લામાં આફતનો  વરસાદ પડ્યો. ચંડીગઢ-મનાલી નેશનલ હાઈવે પર ભૂસ્ખલનને કારણે માર્ગ બંધ થઈ ગયો છે. સાત માઈલ નજીક ખડકો અને કાટમાળ પડવાને કારણે મંડી-પંડોહ વચ્ચે નેશનલ હાઈવે બંધ છે. માર્ગ બંધ થવાના કારણે ગત રાત્રિથી મુસાફરો ભૂખ્યા-તરસ્યા, જામમાં અટવાયા છે. નેશનલ હાઈવેને પુનઃસ્થાપિત કરવા માટે મશીનરી કામે લાગી છે, પરંતુ વારંવાર કાટમાળના કારણે વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં અડચણ આવી રહી છે. મુશળધાર વરસાદને કારણે ઘાટાસણી નજીક સ્વાદ નાળામાં કાટમાળ આવી જવાને કારણે મંડી-પઠાણકોટ માર્ગ ચાર કલાક સુધી બંધ રહ્યો હતો. સવારે 7.30 કલાકે વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો. આ દરમિયાન NHના બંને છેડે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. જેના કારણે NHમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી  હતી

અહીં જાહેર બાંધકામ વિભાગે જેસીબી તૈનાત કરી, બંધ પડેલા રસ્તાને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ ડુંગર પરથી વારંવાર ભૂસ્ખલન થતાં રાહત કાર્યને અસર થઈ રહી છે. તે જ સમયે, મુશળધાર વરસાદને કારણે દ્રાંગ વિસ્તારના ડઝનબંધ સંપર્ક માર્ગો બંધ થઈ ગયા છે. જ્યાં જાહેર બાંધકામ વિભાગે બંધ માર્ગો પૂર્વવત કરવા માટે મશીનરી મોકલી આપી છે. NHAIના સાઈટ એન્જિનિયર સાહિલ જોશીએ જણાવ્યું હતું કે સ્વાદ નાલા પાસે NH પર ભારે કાટમાળ આવી ગયો હતો. સવારે 7:30 કલાકે જેસીબી મશીન મોકલીને અવરોધિત માર્ગને પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

વાંચો અહીં બીગ ડીલઃ ઈન્ફોસીસને ડેન્સક બેંક પાસેથી મળી ડીલ