LandGrabbingAct : લેન્ડ ગ્રેબિંગ મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. જેમાં ભૂમાફિયાને નાથતો લેન્ડ ગ્રેબિંગ એક્ટ સંપૂર્ણપણે કાયદેસર છે તેવું હાઇકોર્ટે નોંધ્યું હતું . કોર્ટે લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટની જોગવાઈઓને પડકારતી 150થી વધુ અરજી ફગાવી છે. તેમાં નાગરિકોના સમાનતાના કે અન્ય કોઈ જ મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. તેમજ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ અને તેની સંબંધિત જોગવાઇઓને કાયદેસર અને બહાલ રાખી છે. .
LandGrabbingAct : હાઇકોર્ટે પોતાના ચુકાદામાં બહુ ગંભીર અને મહત્ત્વપૂર્ણ અવલોકનો પણ કર્યા હતા. ચીફ્ જસ્ટિસની ખંડપીઠે કાયદાકીય અને ન્યાયિક રીતે પણ ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટની બંધારણીયતાને માન્યતા આપી છે અને આ કાયદાની જોગવાઇઓ બંધારણ સાથે સુસંગત હોવાનું ઠરાવ્યું હતું
LandGrabbingAct : આ કાયદાથી બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી : કોર્ટ
LandGrabbingAct : હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ કોઇપણ રીતે નાગરિકોના સમાનતાના અધિકાર કે અન્ય મૂળભૂત અધિકારોનુ કોઇપણ રીતે હનન કરતો નથી. આ કાયદા કે તેની જોગવાઇઓના કારણે બંધારણની કલમ-13,14,19,20 કે 21નો ભંગ થતો નથી. આ કાયદાને હજુ રાષ્ટ્રપતિની મંજૂરી મળવાની બાકી છે ત્યારે બંધારણની કલમ-254 દ્વારા અસર પામતી હોય તેવું પણ કહી શકાય નહી. કારણ કે, આ કાયદો અને તેની જોગવાઇઓ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાંખવા લાગુ પડાયો છે.
LandGrabbingAct : હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, લોક પ્રતિનિધિઓ દ્વારા બનાવવામાં આવેલા આ કાયદામાં કોઇપણ પ્રકારની ત્રૂટિ જણાતી નથી. વિધાનસભામાં પસાર કરાયેલા કાયદામાં થયેલી સજાની જોગવાઇ એ લોક પ્રતિનિધિઓની વિવેકબુધ્ધિ અને હાલના સમયની જરુરિયાત પ્રમાણે કરાઇ હોવાનું પણ કોર્ટે ઠરાવ્યું હતું.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો