અરવલ્લી : જુજ જમીન વિવાદે માનવતા ભુલાવી ! 4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર

0
163
વૃદ્ધ મહિલા
વૃદ્ધ મહિલા

એક સમયમાં એક જ ઘટનાના બે અલગ અલગ ચહેરા જોવા મળી રહ્યા છે, એક ચહેરો જે માત્ર પૈસા અને જમીનના કારણે પોતાના જ સબંધીના મૃત્યુ પછી અંતિમ સંસ્કારનો મલાજો પણ જાળવવા તૈયાર નથી. પરિવારજનોએ જ વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી, જયારે અન્ય એક ચહેરો પોલીસનો  માનવીય ચહેરો છે જે કોઈ જ લોહીના સબંધ વગર એ વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કરી આપે છે.

વૃદ્ધ મહિલા

વાત છે અરવલ્લી જીલ્લાના ટીટોઈના મુલજ ગામની. જ્યાં એક 98 વર્ષની વૃદ્ધ મહિલાનું ઠંડી અને બીમારીના કારણે નિધન થયું હતું, નિધન બાદ હિંદુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરવા માટે પુત્ર ન હોવાના કારણે અંતિમ વિધિની પ્રક્રિયામાં વિલંબ પડ્યો હતો, જોકે સમગ્ર ઘટના એટલી કરુણા ઉપજાવે એવી છે કે તમારું હૃદય વાત સાંભળીને કાંપી ઉઠશે.

4 દિવસ સુધી વૃદ્ધ મહિલાના કોઈએ ન કર્યા અંતિમ સંસ્કાર

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 98 વર્ષીય મહિલાને પોતાની ૨ દીકરીઓ છે, જે મેઘરજ તાલુકાના ભેમરજ ગામે પરણાવેલી છે, દીકરીઓના વિવાહ બાદ વૃદ્ધ મહિલાએ પોતાને કોઈ જ દીકરો ન હોવાના કારણે જમીન જાયદાદને ગામના અન્ય લોકોને વેચી દીધી હતી, હવે આ જમીન મહિલાના મોત બાદ વિવાદનું કારણ બની હતી. મહિલાનું ઠંડી અને લાંબી બીમારી બાદ મોત નીપજતા સબંધીઓએ જમીન પોતાને ન આપી હોવાના કારણે મહિલાના અંતિમ સંસ્કાર કરવાની ના પાડી દીધી હતી,

વૃદ્ધ મહિલા

મહિલાના મોત બાદ ચાર ચાર દિવસ સુધી મહિલાનો મૃતદેહ અંતિમ સંસ્કાર  વગર ઘરમાં પડી રહ્યો હતો, સમગ્ર ઘટનાની જાણ ટીટોઈ પોલીસ સ્ટેશને થતા ટીટોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ અને સમગ્ર ટીમે માનવતા દર્શાવી પોતાને દીકરા સમક્ષ સમજી શાસ્ત્રોક વિધિ પ્રમાણે દીકરીઓની ઉપસ્થિતિમાં વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર કર્યા હતા.

વૃદ્ધ મહિલા

‘જળ, જમીન અને જોરુ એ કજીયારું છોરું’ આ કહેવતને સાર્થક કરતી સમગ્ર ઘટનાથી હલાહલ કળિયુગની ઓળખ સાબિત થાય છે, માત્ર જમીન વિવાદના કારણે પરિવારની મહિલાનો મૃતદેહ 4 દિવસ સુધી અંતિમ સંસ્કાર પણ ન પામી શકે તે કેટલું યોગ્ય છે, એ આ પરિવારે અને સમાજે વિચારવા જેવું છે. માણસના મૃત્યુ બાદ તેની મોતનો મલાજો જાળવવો  તો દુશમન પણ નથી ભૂલતો પરંતુ માત્ર જુજ જમીન વિવાદના કારણે પોતાના જ સબંધીનો મૃતદેહ 4 દિવસ સુધી અંતિમ સંસ્કાર વગર પડ્યો રહે તે લજ્જા પમાડે તેવું છે.                

તમે આ પણ વાંચી શકો છો

Japan Flight Fire : ભૂકંપ બાદ જાપાનમાં વધુ એક ભયંકર દુર્ઘટના