lalit khaitan : એક સમયે દેવાળિયા થવાના હતા, બ્રાન્ડ દારૂ બનાવી કંપનીના માલિક બન્યા ભારતના નવા કરોડપતિ

0
457
lalit khaitan
lalit khaitan

lalit khaitan  : ભારત જેમ જેમ વિકાસ કરી રહ્યો છે તેમ તેમ કરોડપતિઓની સંખ્યા પણ વધી રહી છે.ત્યારે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. બિઝનેસમૅન લલિત ખૈતાન ૮૦ વર્ષની ઉંમરે અબજોપતિઓના લીસ્ટમાં સામેલ થયા છે.

lalit khaitan

 ‘ફૉર્બ્સ’ મૅગેઝિનના રીપોર્ટ પ્રમાણે દિલ્હીની લિકર કંપની રેડિકો ખૈતાનના ચૅરમૅન લલિત ખૈતાન (lalit khaitan) ભારતના નવા અબજપતિ છે, જેમની કંપનીના સ્ટૉક્સમાં આ વર્ષે ૫૦ ટકાથી વધુની તેજી જોવા મળી છે. તેમની નેટવર્થ આશરે ૧ અબજ ડૉલર એટલે કે (૮૨૦૦ કરોડ રૂપિયા) છે. લલિત ખૈતાનની કંપની રેડિકો ખૈતાન મૅજિક મોમેન્ટ્સ વૉડકા, 8pm  વ્હિસ્કી, ઓલ્ડ એડમિરલ બ્રાન્ડી અને રામપુર સિંગલ મોલ્ટ જેવી લિકર બ્રૅન્ડ્સ માટે ફેમસ છે.

કોણ છે લલિત ખૈતાન ? | Who is Lalit Khaitan?

રેડિકો ખૈતાનનું પહેલાં નામ રામપુર ડિસ્ટિલરી ઍન્ડ કેમિકલ્સ કંપની લિમિટેડ હતું. લલિતના પિતાએ ૧૯૭૦ના દાયકામાં આ કંપની ખરીદી હતી. એ સમયે કંપની ખોટમાં હતી. લલિત ખૈતાને ૧૯૯૫માં આ કંપનીની કમાન પોતાના હાથમાં લીધી હતી. એક ઇન્ટરવ્યુ દરમ્યાન લલિતે કહ્યું હતું કે ‘નવમા ધોરણમાં જ મેં નક્કી કરી લીધું હતું કે મારે લિકરના બિઝનેસમાં આવવું છે. એ સમયે અમારું માર્કેટ કૅપિટલાઇઝેશન પાંચ કરોડ રૂપિયા હતું જે હવે વધીને ૫૦૦૦ કરોડ રૂપિયા થયું છે.

lalit khaitan new

લલિત ખૈતાને (lalit khaitan) કલકત્તામાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ બેંગ્લોરની બીએમએસ કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી પણ હાંસલ કરી હતી અને હાર્વર્ડમાંથી ફાઇનાન્સ  અને અકાઉન્ટિંગનો કોર્સ પણ કર્યો હતો.

રેડિકો ખૈતાને બૉટલિંગ પ્લાન્ટ તરીકે બિઝનેસ શરૂ કર્યો હતો અને ત્યાર પછી એ બલ્કમાં આલ્કોહૉલ બનાવવા માંડી હતી. જોકે એ સમયે બિઝનેસમાં સુસ્તી બાદ લલિત ખૈતાને તેમના પુત્ર અભિષેક સાથે મળીને બ્રાન્ડેડ લિકરના બિઝનેસમાં ઉતરવાનો નિર્ણય લીધો. એક સમય એવો આવ્યો કે ખૈતાન ગ્રુપ દેવાળિયા થઇ જવાના આરે આવીને ઉભું થઇ ગયું હતું.પરંતુ તેમણે નક્કી કર્યું કે દેવાળિયા થવું એના કરતા  પોતાની બ્રાન્ડ  તૈયાર કરવી.  

lalit khaitan ૨

આજે રેડિકો ભારતમાં વિદેશી લિકર બનાવતી અગ્રણી કંપની બની ગઈ છે અને એની બ્રાન્ડ્સ ૮૫થી વધુ દેશોમાં ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે લલિત ખૈતાન (lalit khaitan) ને ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ ડિસ્ટિલર્સ અસોસિએશન તરફથી લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ પણ મળ્યો છે.

તમને આ વાંચવું પણ ગમશે

Cigarettes Per Day :   તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો?