કચ્છ ભુજમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની તાલુકાના ખાવડા વિસ્તારની ઘટના #કચ્છ #Kachchh #kutch

0
105

ઉનાળાની મોસમ શરૂ થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યાની ફરિયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે ખાવડાના પચ્છમ વિસ્તારમાં આવેલા સમરીવાંઢ ગામના લોકો પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા માટે મજબુર બન્યા છે. જોઇએ ખાસ અહેવાલ…

કચ્છ: ભુજના ખાવડા પંથકમાં પીવાના પાણીની વિકટ સમસ્યા

સરકાર પાણી માટે ટાંકીઓ બનાવી પણ પાણી નથી

નર્મદાનું પાણી છેવાડા સુધી પહોચાડવામાં તંત્ર નિષ્ફળ

પ્રાથમિક સુવિધા પૂરી પાડવા સ્થાનિકોએ કરી માંગ

પાણી સ્થિતિ જાણવા વીઆર લાઇવની ટીમ પહોચી ખાવડા પંથકમાં

બાંડી ડેમમાં નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ

ખાવડાના સમરીવાંઢ ગામમાં પાણીની સમસ્યા વિકટ

ખાવડાના સમરીવાંઢ ગામમાં પાણીની સમસ્યા વિકટ બની છે આ ગામના લોકો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે પાણી માટે ગામના લોકોને રઝળપાટ કરવો પડે છે સરકાર દ્વારા નર્મદા પાણી માટે  મોટી મોટી વાતો કરવામાં આવે છે બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ અલગ છે અગાઉ ગામના લોકો તળાવ માંથી પાણી ભરતા હતા આ વર્ષે ઉનાળાના પ્રારંભ સાથેજ તળાવમાં પાણી સુકાઈ ગયું છે

કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની

પીવાના પાણી માટે સંઘર્ષ

સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે પરંતુ નર્મદાનું પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડે છે ગામમાં 400 જેટલા લોકો અને 800 જેટલું પશુધન આવેલું છે રાજય સરકાર અહીંયા પાણી જેવી પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ છે જેના કારણે અહીંના લોકોને પીવાના પાણી માટે સમસ્યાનો સામનો કરી રહ્યાં છે

ખાવડા વિસ્તારમાં આવેલા અન્ય ગામો

ખાવડા વિસ્તારમાં આવેલા અન્ય ગામોમાં કેવી છે પાણીની સમસ્યા તે જાણવા માટે વી આર લાઈવ ન્યૂઝની ટિમ નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામમાં પહોંચી અહીંયા પણ ગામમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી અહિયાં આવેલા ખાવડા વિસ્તારનો જીવાદોરી સમાન બાંડી ડેમમાં  નહિવત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે આસપાસના ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે

કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની

નાના રતાડીયા અને મોટા રતાડીયા ગામમાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીના ટાંકા બનાવ્યા છે ગામમાં આવેલા પાણીના ટાંકા ખાલી જોવા મળી રહ્યા છે કારણ કે નર્મદાનું પાણી અહીંયા પહોંચ્યું નથી જેના કારણે પશુઓ માટે બનાવામાં આવેલા અવાડા અને પાણીના ટાંકા શોભના ગાઢિયા સમાન સાબિત થયા છે સરકાર અહીંયા ટેન્કર મારફતે પણ પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ છે ગામના લોકોનું કહેવું છે

કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની

મહિનામાં એક થી બે વાર ટેન્કર આવે છે જેમાં ગામના લોકોને પૂરતું પાણી મળતું નથી પરિણામે ગામના લોકો બાંડી ડેમમાંથી પાણી પીવાનો વારો આવ્યો છે પાણીની સમસ્યા અંગે અનેકવાર પાણી પુરવઠા વિભાગમાં રજુઆત કરી છે તેમછતાં પણ પાણીની સમસ્યાનું આજદિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી

કચ્છ ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની

ખાવડાના પચ્છમ વિસ્તારમાં 15 જેટલી ગ્રામપંચાયત આવેલી છે આ વિસ્તારમાં 40,000 જેટલી વસ્તી છે જ્યારે 70,000 જેટલૂ પશુધન આવેલું છે ઉનાળાની શરૂઆત સાથે જ અહિયાના ગામડામાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે આગામી દિવસોમાં પાણીની સમસ્યા વધુ વિકટ બને તેવું લાગી રહ્યું છે,ત્યારે સરકાર સમયસર પીવાના પાણી માટે કાયમી ઉકેલ પગલા લે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ છે કે, આ સમસ્યાને લઇ વહીવટી તંત્ર ક્યારે સજાગ થશે તે જોવાનું રહ્યુ.

KUTCH : પીવાના પાણીની માંગ | #kutch , #કચ્છ , #પાણી , #ગરમી , #water , #problem , #village

હિન્દી સમાચાર માટે