KUMAR KANANI : વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. તંત્રને પત્ર લખી અધિકારીઓના કાન આમળી કામો કરાવવામાં માહિર કુમાર કાણાંનીએ આ વખતે આવકના દાખલા અને જાતિ પ્રમાણપત્ર માટે વાલી- વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકી મુદ્દે યોગ્ય વ્યવસ્થા કરવા માટે જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરી છે.
KUMAR KANANI : સુરત કલેક્ટરને લખવામાં આવેલા પત્રમાં કુમાર કાનાણીએ જણાવ્યું છે કે, હાલમાં જ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવેલ હોય, વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા નિયત સમય મર્યાદામાં કરવાની હોય છે. જેના માટે વિદ્યાર્થીઓને જાતિનું પ્રમાણ પ્રમાણપત્ર તેમજ આવકના દાખલાની જરૂરિયાત ઉભી થતી હોય છે.
KUMAR KANANI : પરંતુ હાલમાં સેન્ટરો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો રાત્રે 2 વાગ્યાથી દાખલા કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહે છે. પરંતુ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ લોકોને સીમિત સંખ્યામાં ટોકન આપવામાં આવે છે. બાકીના લોકોને કાયમી આ રીતે હેરાન થવું પડે છે. પરંતુ એજન્ટો દ્વારા ઓપરેટરો સાથે સાઠગાંઠ કરી માત્ર બે કલાકની અંદર જ દાખલાઓ કાઢી આપવામાં આવે છે.
KUMAR KANANI : આવકના દાખલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે કરી માંગ
KUMAR KANANI : કુમાર કાનાણીએ કહ્યું કે, દર વર્ષે ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ આવ્યા પછી આવી પરિસ્થિતિ ઉભી થાય છે. જેનો બોધપાઠ લઈ ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ જાહેર થયા પહેલા વિદ્યાર્થીઓને સમયસર દાખલાઓ મળી રહે તેના માટે તંત્ર દ્વારા અગાઉથી વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવી મારી માંગણી છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો