ઇન્ડીયન એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ: દક્ષિણ કોરિયા પણ અંગ્રેજોની રાહ પર

0
459
Korean hate Indian
Korean hate Indian

Korean hate Indian: ભારતીય ટીનેજર્સમાં દક્ષિણ કોરિયાનો ક્રેઝ ગાંડાની જેમ સવાર છે. કે-ફીવરમાં બ્લેક પિંક, BTS, પોપ-સોંગ, કોરિયન વેબ-સિરીઝ થી લઈને કોરિયન સ્કીન પાછળ ભારતીય લોકો ગાંડાની જેમ ઘેલું લાગ્યું છે. ત્યારે દક્ષિણ કોરિયામાં આનાથી ઊંધું જ કઈક ચાલી રહ્યું છે, દક્ષિણ કોરિયામાં ભારતીયો સાથે બ્રિટીશ રૂલ્સ સમયે થતું વર્તન ‘ઇન્ડીયન એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ’ (Indians and Dogs Are Not Allowed) જેવું થઇ રહ્યું છે. દક્ષિણ કોરિયામાં ભારતીયો સાથે અછૂતો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

Korean hate Indian
Korean hate Indian

દક્ષિણ કોરિયા તો દૂર રહ્યું પણ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના આન્ધ્ર પ્રદેશમાં આવેલા અનંતપુર પાસે KIA Motors manufacturing ના પ્લાન્ટ્સ પાસે કોરિયન રેસ્ટોરન્સ આવેલા છે અને  ‘The Wire’ દ્વારા એક સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમાં જે હકીકત બહાર આવી તે જાણીને તમે પણ ચોકી જશો.

4

ભારતીય ભૂમિ પર આવેલા કોરિયન રેસ્ટોરન્સમાં પણ ઇન્ડિયન્સના અંદર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે એટલે કે ભારતમાં જ ભારતીયો એલાઉડ નથી, (Korean hate Indian) એટલેથી આ કોરિયન રેસ્ટોરન્સ અટકતા નથી અને ત્યાં કામ કરતા સ્ટાફ અને કૂક પણ ભારતીય રાખતા નથી. ત્યાં કૂક તરીકે પણ નેપાળી લોકોને લેવામાં આવે છે.

દક્ષિણ કોરિયામાં ભારતીયો સાથે ભેદભાવ | Korean hate Indian

દક્ષિણ કોરિયામાં ભારતીયો સામે ભેદભાવનો વધતો મુદ્દો: દક્ષિણ કોરિયામાં ભારતીયો સામે ભેદભાવ અને જાતિવાદ પ્રચલિત છે અને ઊંડે જડ બનતી જઈ રહી છે, ભેદભાવ (Korean hate Indian) નો સામનો કરતા લોકો પ્રત્યે કોરિયનો તરફથી સમર્થન અને એકતાનો અભાવના કારણે દક્ષિણ કોરિયામાં ભારતીયોને ભેદભાવનો સામનો કરવો પડે છે.

ક્લબ અને શહેરોમાં સ્પષ્ટપણે ઇસ્લામ અને હિંદુઓ પર પ્રતિબંધિત હોવાના બેનરો લાગેલા જોવા મળે છે, આ બેનર પર લખ્યું છે કે ભારતીય અને પાકિસ્તાનીઓને મંજૂરી નથી.

2

દક્ષિણ કોરિયાની સરકાર પણ આ બાબતમાં પાછળ નથી અને આ માનસિકતાને ખુલ્લેઆમ સમર્થન આપે છે, ત્યાની સરકાર ટ્વિટર પર નોકરી શોધનારાઓને સૌપ્રથમ પ્લાસ્ટિક સર્જરી કરાવવાની સલાહ આપે છે, જે માત્ર ભારતીયો પ્રત્યે જ નહીં પણ સામાન્ય રીતે વિદેશીઓ પ્રત્યે પણ જાતિવાદ અને ભેદભાવ તરફ દોરી જાય છે. દેખાવ પર આધારિત ભેદભાવ દક્ષિણ કોરિયામાં પશ્ચિમી વિદેશીઓ સુધી વિસ્તરેલી છે.

south Korean hate Indian
south Korean hate Indian

દક્ષિણ કોરિયામાં લુકિઝમની ઊંડી માનસિકતાના કારણે પ્લાસ્ટિક સર્જરીને પ્રોત્સાહન મળી રહ્યું છે, જ્યાં દેખાવનું ખૂબ મહત્વ છે. કોરિયનોમાં ભારતીયો વિશેની માહિતીનો અભાવ એ પણ નકારાત્મક દ્રષ્ટિકોણમાં ફાળો આપતું મુખ્ય પરિબળ છે,  “ઘણા દક્ષિણ કોરિયનો ભારતીયોને ધિક્કારે છે અને તેમની તુલના કીચડ સાથે કરે છે.” (Korean hate Indian)

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો