નવરાત્રીનું પર્વ શરુ થયું છે અને જગત જનની માં અંબાની આરાધના કરવાનું પર્વ છે. નવરાત્રીમાં સૌથી મહાન અને ચમત્કારિક નવાર્ણ મંત્ર છે. દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવાર્ણ મંત્રને તુરંત ફળ આપતો ચમત્કારિક મંત્ર કહ્યો છે. આ અંગે વધુ માહિતી ગુજરાતના જાણીતા અને ખ્યાતનામ જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ મંત્ર યંત્ર આકારમાં દરેક અંબાજી માતાની છબીમાં હોય છે. પરંતુ આ મહાન મંત્રનું રહસ્ય કોઈ જાણતું નથી. આ મંત્રનો મહિમા અપરંપાર છે. આ મંત્રથી જગત જનની માં અંબાની આરાધના પૂર્વ કાળમાં ઋષિમુનીઓએ પણ કરી હતી. અને માં શક્તિને પ્રસન્ન કર્યા હતા. આ સાધના કરવાથી મનોકામના અનુસાર શીઘ્ર ફળની પ્રાપ્તિ કરી છે. માટે આ નવાર્ણ મંત્ર શ્રેષ્ઠ ગણવામાં આવે છે. નવાર્ણ મંત્ર નવ અક્ષરથી બન્યો છે. એટલે આ નામ મળ્યું છે.
ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે
નવાર્ણ મંત્ર દેવી ભાગવતમાં ઉલ્લેખ અનુસાર આ મંત્રને રચનાર ઋષિ સ્વયમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે . આ મહાન મંત્ર ત્રણ મહાદેવીના મહાન બીજ મંત્રોને એક સાથે મિલાવીને આ મહામંત્ર બન્યો. જેનાથી રચાયેલા નવાર્ણ યંત્ર જે ત્રણ મહાદેવી, સરસ્વતી, લક્ષ્મી, અને માં કાલીની ચેતનાનું સ્વરૂપ ગણાય છે. માટે નવાર્ણ યંત્રનું સ્થાપન કરીને નવરાત્રીમાં પૂજન કરવામાં આવે છે. નવાર્ણ યંત્રની આરાધના કરનાર વ્યક્તિને સુખ શાંતિ , આયુષ્ય, આરોગ્ય, રક્ષણ સ્વર્ગ, મોક્ષ માર્ગ અને સત્તી અને સંપતિ તથા સૌભાગ્ય આપનારું છે. અને નવાર્ણ યંત્રની પૂજા કરનાર વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે.
જ્યોતિષી ચેતન પટેલ કહે છે કે નવાર્ણ મંત્ર અનુષ્ઠાન વિધિ માટે શુભ મુહૂર્તમાં શરૂ કરવી, જેમાં માતાજીનું ઘટ સ્થાપના કે કુંભ સ્થાપના કરીએ તેજ મુહર્તમાં આ યંત્રનું વિધિ સહિત સ્થાપન કરવું.
મહા મંત્ર :
ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે
આ મહાન મંત્રની વિધિ અનુસાર એકમથી નવરાત્રીના ઉપવાસ રાખીને સંકલ્પ કરવાનો અને શુભ મૂર્હુતમાં માં જગદંબાનું ધ્યાન ધરીને આહ્વાન કરવાનું અને સ્થાપન કરવાનું હોય છે . અને તેવા પવિત્ર ભાવથી શ્વેત કાગળ પર લાલ શાહીથી અથવા કુમકુમ થી કે હળદરથી આ પ્રમાણે યંત્ર બનાવવું . ૧ થી ૯ અંક માં આ નવ અક્ષરો લખી (ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે ) અને તેનું બાજોઠ પર ભક્તિભાવથી સ્થાપન કરવું , સાથે કાળાશ તેમજ દીપકનું સ્થાપન કરવું. ઘરની પૂજામાં પ્રસાદ ધરાવીને સ્થાપન સમયે ફ્રુટ તથા સુકામેવા પણ ધરાવવા ત્યારબાદ થાળ આરતી કરીને આનંદથી ભક્તિભાવ પૂર્વક માતાજીનું પૂજન કરવું. આ મંત્રના નિયમિત 3,6 કે 9 માળા કરવી. નવાર્ણ મંત્ર યુક્ત યંત્રનું સ્થાપન કાર્ય બાદ નવ દિવસ પૂજન કરીને નિયમ પ્રમાણે મંત્રની માળા યંત્ર સામે જોઇને જ કરવી અને જે અક્ષર બોલો ત્યારે તે અક્ષરના ખાના તરફ ધ્યાન કરવું અને વિધિ પૂર્વક નવરાત્રી દરમિયાન પૂજા કરવી. આ પૂજા કરવાથી માં જગદંબાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે આ પૂજા નવરાત્રીના નવ દિવસ રાત્રી દરમિયાન કરવી .
નવરાત્રીના નવ દિવસ ભક્રીભાવથી પૂજન અને સાધના કર્યા બાદ આ યંત્રને ફ્રેમમાં મઢાવીને પોતાના ઘર, ઓફીસ કે વેપાર ધંધાના સ્થળ પર નિયમિત ધૂપ દીપ કરવાથી આ મહાન યંત્રના પ્રભાવ મુજબ વર્ષ દરમિયાન સુખ સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.