મહીસાગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ , ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું

0
62
મહીસાગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ , ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું
મહીસાગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ , ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું

રાજ્યમાં મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે . મહીસાગર નદીમાં આવેલું પૂર પાદરાના ડબકા ગામમાં ઘૂસી ગયું હતું. તેથી સ્થાનિક, વહિવટીતંત્ર પોલીસ અને ગ્રામજનોના સહયોગથી ચાર વૃદ્ધો સહિત 25 જેટલા લોકોનું સલામત રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે રાજ્યમાં સહિત મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે ત્યારે મહીસાગર માં પુર આવતા અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. અને તંત્ર દ્વારા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મહીંસાગર જીલ્લામાં સતત વરસી રહેલો વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદના મહીંસાગર નદીમા ઘોડાપુર પુરનો માહોલ સર્જાયો હતો. મહીસાગર જીલ્લાના લૂણાવાડા તાલુકાના ડીઆપટ્ટણ ગામ પણ સતત વરસાદના કારણે સંપર્ક વિહોણું બન્યું.છે. પટ્ટણ ગામ માં આવેલા ફૂલસર અને માતરીયા  બંને તળાવો  આૉવરફ્લો થયા છે.  આ પંથકમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મહીસાગર નદી નું પાણી વધી રહ્યું છે.

1 1

બનાસ નદીમાં નવા નીર આવ્યા , સ્થાનિકોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં મેઘરાજાની પધરામણી ધમાકેદાર થઇ છે અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા  બનાસકાંઠા જીલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીમાં  ફરી એક વારનવા નીર આવ્યા છે. . .દાંતીવાડા ડેમમાં  અત્યારે 95%  પાણીનો સંગ્રહ થયો છે . પાણીની આવકમાં સતત વધારો થવાથી ડેમ માંથી પાણી  છોડવામાં આવ્યું છે  .બનાસ નદીનું પાની ડીસા તાલુકાના  કાંઠા વિસ્તારોમાં પહોચ્યું છે અને સ્થાનીકોંમાં ખુશીનો માહોલ જોવા મળ્યો .

નર્મદા નદી ગાંડીતુર બનતા વાહન વ્યહવાર અને રેલ્વેના સમયમાં અસર

ભારે વરસાદને પગલે ભરૂચ-અંકલેશ્વરના રેલ્વે વ્યવહારને અસર થઇ છે. અંકલેશ્વર વચ્ચે 502 નંબરના બ્રિજ પર પાણીનું લેવલ વધતા રેલ્વે વ્યવહાર પર અસર થઇ છે. ભારે વરસાદને પગલે 15થી વધારે ટ્રેનને રદ કરવામાં આવી છે. જરૂર જણાય તે પ્રમાણે ટ્રેનોની અવરજવર પર પ્રતિબંધ અથવા ફેરફાર થઇ શકે છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના વિસ્તારોમાં જળસ્તર વધ્યું હતું. આ વિસ્તારમાં પાણીની આવકમાં વધારો થતા ભયજનક સ્થિતિ જોવા મળી હતી જેને કારણે વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો હતો.વડોદરામાં પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું જોખમી સ્તર વટાવતાટ્રેન વ્યવહારને અસર થઇ હતી અને 8 ટ્રેનને રદ કરવામાં આવી હતી આજે એટલે સોમવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં

ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલમાં યલો એલર્ટ એટલે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

19 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી , ક્યા પડશે વરસાદ ?

19 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, સુરેન્દ્રનગર, દ્વારકા સહિત 19 સપ્ટે.એ ભારે વરસાદ રહેશે. 19 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને પાટણમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મહેસાણા અને સાબરકાંઠામા ભારે વરસાદની આગાહી છે

20 અને 21 સપ્ટેમ્બરે ક્યાં ક્યાં વરસાદની આગાહી

20 સપ્ટેમ્બરે મહેસાણા, ગાંધીનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી. જ્યારે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં અતિ ભારે વરસાદની આગાહી છે.

21 સપ્આટેમ્બરે દિવસે કચ્છમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ભારે વરસાદની આગાહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.