જ્યારે પણ તમે જગન્નાથ મંદિર જતા હશો તમને પ્રસાદમાં માલપૂઆ અવશ્ય લેતા હશો, જગન્નાથ મંદિર પછી અમદાવાદની હોય કે પછી ઓરિસ્સા પુરીની,,અહી મહા પ્રસાદ તરીકે માલપૂઆ જ અપાય છે,,તમને થશે કે આ માલપૂઆ બને છે કઇ રીતે, અને અમદાવાદ જગન્નાથ મંદિરમાં કેવી રીતે અને કોણ બનાવે છે આ પ્રસાદ,,
વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ અષાઢી સુદ બીજના રોજ લોકોને સામેથી દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. દેશમાં જગન્નાથપુરી અને અમદાવાદમાં સૌથી મોટી રથયાત્રા યોજાય છે. અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથનું 400થી વર્ષ જૂનું મંદિર આવેલું છે. ભગવાન જગન્નાથના મંદિરે જે કોઈપણ જાય તેમને માત્ર માલપૂઆ અને ગાંઠિયાનો જ પ્રસાદ આપવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરે શા માટે માત્ર માલપૂઆનો પ્રસાદ આપવામાં આવે છે એ અને કઈ રીતે કઈ રીતે એ બનાવવામાં આવે છે
રોજ અઢી સો થી ત્રણ સો કિલો બને છે માલપૂઆ
તમને જણાવી દઇએ કે વર્ષોથી ભગવાન જગન્નાથને બાલભોગમાં માલપૂઆનો પ્રસાદ ધરાવવામાં આવે છે. ભગવાનને સૌથી વધુ માલપૂઆ પ્રિય છે. જગન્નાથપુરીમાં પણ આ જ પ્રસાદ ધરાવવામાં આવે છે અને અહીં જગન્નાથ મંદિરમાં પણ વર્ષોથી માલપૂઆનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે. દરરોજ સરેરાશ સાતથી આઠ મણ જેટલા લોટનો પ્રસાદ બને છે, પરંતુ જ્યારે રથયાત્રા અથવા જન્માષ્ટમી જેવો તહેવાર હોય છે ત્યારે વધારે પ્રસાદ બનાવવામાં આવે છે.
માલપુઆમાં પણ હોય છે પ્રકાર
ભગવાન જગન્નાથ મંદિરમાં નાના અને મોટા એમ બે પ્રકારના માલપૂઆ બને છે. એક માલપૂઆમાંથી ટુકડા કરી નાના કરી દેવામાં આવે છે. જમાલપુર મંદિરમાં જ્યારે પણ ભંડારો યોજાતો હોય છે ત્યારે માલપૂઆ અચૂક આપવામાં આવે છે.
હિંદુ ધર્મ અનુસાર ચાર ધામો બદ્રીનાથ, દ્વારકા, રામેશ્વરમ અને પુરી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ ચાર ધામ પર સ્થાયી થયા હતા, ત્યારે તેઓ પહેલા બદ્રીનાથ ગયા હતા અને ત્યાં સ્નાન કર્યું હતું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા હતા અને ત્યાં કપડાં બદલ્યા હતા. દ્વારકા પછી, તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. પુરીમાં ભગવાન શ્રી જગન્નાથનું મંદિર છે.
પુરીના આ મંદિરમાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની લાકડાની મૂર્તિઓ છે. લાકડાના શિલ્પો સાથેનું આ દેશનું અનોખું મંદિર છે. જગન્નાથ મંદિરની આવી ઘણી વિશેષતાઓ છે, સાથે જ મંદિર સાથે જોડાયેલી એવી ઘણી વાર્તાઓ છે જે સદીઓથી રહસ્ય બનીને રહી છે.