સમગ્ર દેશને હચમચાવી નાખનાર પત્રકાર સૌમ્યા વિશ્વનાથન મર્ડર કેસ, જાણો મર્ડર કેસની વિગત

3
116
Soumya Viswanathan Murder Case
Soumya Viswanathan Murder Case

Murder Case : 18 ઓક્ટોબરના રોજ દિલ્હીની એક અદાલતે ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યામાં પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, સૌમ્યા વિશ્વનાથન (Soumya Viswanathan )ની 30 સપ્ટેમ્બર, 2008ના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગોળી મારીને હત્યા (Murder Case) કરવામાં આવી હતી. એડિસનલ સેશન્સ જજે ચાર આરોપીઓને હત્યા માટે દોષિત ઠેરવ્યા હતા, જ્યારે પાંચમા આરોપીને અન્ય ગુનાઓ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો,  સૌમ્યા વિશ્વનાથનની હત્યા કેસએ પંદર વર્ષ પહેલા સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. (આ કેસથી પ્રભાવિત થઈને NH 10 ફિલ્મ અનુષ્કા શર્મા પર એક સીન ફિલ્માવવામાં આવ્યો હતો.)

કોણ હતી સૌમ્યા વિશ્વનાથન..?

Soumya Viswanathan Murder Case

સૌમ્યા વિશ્વનાથન, હત્યા થઈ તે સમયે 25 વર્ષની હતી, તે ઈન્ડિયા ટુડે (તત્કાલિન હેડલાઈન્સ ટુડે) સાથે ટેલિવિઝન પત્રકાર તરીકે કામ કરતી હતી, સૌમ્યા વિશ્વનાથન અને માધવીની એકમાત્ર સંતાન હતી, સૌમ્યા મૂળ કેરળની હતી.

30 સપ્ટેમ્બર, 2008ના રોજ શું થયું હતું..?

2 48
Murder Case

30 સપ્ટેમ્બર, 2008ના રોજ રાત્રે, સૌમ્યા તેની કારમાં દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે નેલ્સન મંડેલા રોડ પર લૂંટના ઈરાદાથી એક જૂથે તેના પર હુમલો કર્યો હતો. લૂંટારુઓથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સૌમ્યાને ગોળી મારવામાં આવી હતી, તેણીના કપાળ પર ગોળીના નિશાન સાથે કારમાંથી સૌમ્યાનું મૃત શરીર મળી આવ્યું હતું.

કોણ છે સૌમ્યાના હત્યારાઓ?

3 33
Soumya Viswanathan Murder Case

વસંત વિહાર પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો, અને તપાસકર્તાઓએ શરૂઆતમાં તપાસમાં આગળ વધવા માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ અન્ય કેસની તપાસ કરતાં પોલીસને આ કેસ અંગેના મહત્વના પુરાવા મળ્યા અને પોલિસે રવિ કપૂર, અજય સેઠી , અમિત શુક્લા, બલજીત મલિક અને અજય કુમાર નામના પાંચ આરોપીઓની માર્ચ 2009માં ધરપકડ કરી.

કેવી રીતે પકડાયા હત્યારાઓ ?

સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં સફળતા અન્ય એક લૂંટ અને હત્યાના ગુનાની તપાસ દરમિયાન સામે આવી. 19 માર્ચ, 2009ના રોજ, કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ જિગીશા ઘોષની ગોળી મારીને હત્યા (Murder Case) કરવામાં આવી હતી, અને આ હત્યાની તપાસ પોલીસને રવિ કપૂર, અમિત શુક્લા અને બલજીત મલિક તરફ દોરી ગઈ. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ સૌમ્યા વિશ્વનાથનની હત્યા (Murder Case)ની પણ કબૂલાત કરી અને તેમના વધુ બે સાથી અજય સેઠી અને અજય કુમારની ધરપકડ કરવામાં આવી.

આરોપીઓ સામે શું આરોપ છે?

દિલ્હી પોલીસે 22 જૂન, 2009ના રોજ તમામ પાંચ આરોપીઓ સામે કલમ 302 (હત્યા) અને 34 (સામાન્ય હેતુ) આઈપીસી હેઠળ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે અજય સેઠી સિવાયના તમામ આરોપીઓ સામે હત્યાના ગુનામાં આરોપો સાથેની ચાર્જસીટ દાખલ કરી. 8 ઓક્ટોબર, 2009ના રોજ, દિલ્હી પોલીસે આરોપી રવિ કપૂર વિરુદ્ધ MCOCA હેઠળ પ્રથમ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. 9 મે, 2011ના રોજ, કોર્ટે તમામ આરોપીઓને MCOCA હેઠળ કથિત રીતે સંગઠિત અપરાધ કરવા બદલ આરોપ મૂક્યા હતા.

જીગીશા હત્યા કેસમાં દોષિત

Jigisha-Ghosh
Jigisha Ghosh

IT પ્રોફેશનલ જિગીશા ઘોષની હત્યાની તપાસ કરતી વખતે પોલીસને સૌમ્યા કેસમાં મહત્વની કડી મળી હતી. પત્રકાર વિશ્વનાથનની હત્યા (Soumya Viswanathan Murder Case)ના મહિનાઓ બાદ ફરીદાબાદમાં જીગીશા ઘોષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. આઈટી અધિકારીના મૃત્યુના કેસમાં પોલીસે કપૂર, શુક્લા અને મલિકની ધરપકડ કરી હતી. આ કેસના પૂછપરછ દરમિયાન, પોલીસને વસંત વિહાર હત્યા કેસ (Murder Case) સાથે સંબંધિત કડીઓ મળી આવી હતી. આ પછી વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જિગીશા ઘોષની હત્યામાં મલિક, કપૂર અને શુક્લાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમાંથી બેને 2016માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

સૌમ્યા કેસને 15 વર્ષ કેમ લાગ્યા ?

દિલ્હી સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP) ની નિમણૂક કરી હતી, અને કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કરવા માટે વિશેષ MCOCA કોર્ટને સોંપવામાં આવી હતી. બાદમાં SSP એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પ્રોસિક્યુશનના પુરાવાને પૂર્ણ કરવામાં લગભગ 10 વર્ષ લાગી ગયા દેશ, દુનિયાના સમાચાર વાંચવા – અહી ક્લિક કરો-

3 COMMENTS

Comments are closed.