Killer Soup Review:મનોજ બાજપેયીની ‘કિલર સૂપ’ ન બની શકી કીલર !!

0
426
Killer Soup Review
Killer Soup Review

Killer Soup Review : બોલીવુડના સુપર સ્ટાર મનોજ બાજપેયી 2023માં OTT સ્પેસના સ્ટાર તરીકે ઉભરી આવ્યા હતા .ચાહકોએ વેબ સીરીઝ ગુલમહોર અને સિર્ફ એક બંદા કાફી હૈમાં પણ મનોજની અભિનયનો આનંદ માણ્યો હતો. વર્ષ બદલાયું અને હવે 2024માં OTT પર મનોજની પ્રથમ વેબ સીરીઝ કિલર સૂપ આવી ગઈ છે. આજે આપને કેવી છે મનોજ બાજપેઈની કીલર સૂપ તેના વિશે જાણીશું..  

1 8

ડિરેક્ટર અભિષેક ચૌબેની  પહેલી વેબ સિરીઝ ધ ફેમિલી મેન તેના પછી મનોજ બાજપેઈ સાથે આ બીજી વેબ સિરીઝ છે.  આ સિરીઝ જોવાનું સૌથી મોટું કારણ મનોજ બાજપેયી, કોંકણા સેન શર્મા અને અભિષેક ચૌબેનું ડિરેક્શન છે. મનોજ અને કોંકણા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.

Killer Soup Review  : કિલર સૂપની વાર્તા શું છે?

Killer Soup Review : ‘કિલર સૂપ’ નામ સંભાળીને તમને એમ લાગે કે સૂપ એ વાર્તાનો એક મહત્વપૂર્ણ ભાગ હશે અથવા તેના કારણે થોડો સંઘર્ષ થશે. પરંતુ સીરીઝની શરૂઆતમાં જ સ્વાતિ શેટ્ટી (કોંકણા સેન શર્મા) તેના બિઝનેસમેન પતિ પ્રભાકર શેટ્ટી (મનોજ બાજપેયી) ઉર્ફ પ્રભુ માટે પાય સૂપ (નોન-વેજ સૂપ) બનાવે છે. પ્રભુ તેને કીલર શુપ કહીને બોલાવે છે, આનાથી વધુ આમાં કઈજ કારણ નથી કે વેબ સીરીઝનું નામ કીલર સૂપ પાડવામાં આવ્યું છે.

Capture ૩

Killer Soup Review : જોકે સ્ટોરી પર નજર કરીએ તો સ્વાર્તિનું સ્વપ્ન તેની પોતાની રેસ્ટોરન્ટ ખોલવાનું છે.  બીજીબાજુ પ્રભાકરનો હમશકલ ઉમેશ સાથે તેની પત્ની સ્વાતિનું અફેર ચાલે છે. પ્રભાકર તેની પત્નીની જાસૂસી કરે છે. તે પોતાનો રિસોર્ટ ખોલવા માંગે છે. તેનો મોટો ભાઈ અરવિંદ (સયાજી શિંદે) તેમાં પૈસા રોકવાનો ઇનકાર કરે છે. ઘટનાક્રમ પ્રમાણે જાસુસનું અકસ્માતમાં મૃત્યુ થાય છે. દરમિયાન એક નાટકીય ઘટનામાં પ્રભાકરની હત્યા ઉમેશના હાથે થઈ જાય છે. ત્યારબાદ સ્વાતી અને ઉમેશ સાથે મળીને તેના મૃતદેહનો જંગલમાં નિકાલ કરે છે. ત્યારબાદ સ્વાતી ઉમેશને તેના પતિ પ્રભાકર તરીકે ઓળખાવે છે.

Killer Soup Review  : વાર્તા શું છે ?

નિર્દેશક તરીકે અભિષેક ચૌબેની આ પ્રથમ વેબ સિરીઝ છે. આ વખતે તે વાર્તાને ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી લઈ ગયો છે. વાર્તા મદુરાઈ નજીકના એક નાના શહેરમાં સેટ છે. પ્રથમ એપિસોડમાં, બ્લેકમેઇલિંગ, કરોડોનું કૌભાંડ, પ્રભુનો દેખાવ, વાસ્તવિક પ્રભુની હત્યા, જાસૂસ ફોટો લેવો, સ્વાતીની પાપી નજર હેઠળ આવીને વાર્તાના રોમાંચનો પાયો નાખે છે.

ડિટેક્ટીવની હત્યા પછી અસ્પષ્ટ આંખોવાળો સિનિયર ઇન્સ્પેક્ટર હસન (નાસાર) તેની સાથીદાર કોન્સ્ટેબલ આશા (શિલ્પા મુડબી) અને ઉત્સાહી સબ ઇન્સ્પેક્ટર થુપલ્લી (અંબુથાસન) સાથે મળીને તપાસમાં કામે લાગી જાય છે. જો કે, થોડા સમય પછી, કિલર સૂપ જૂની પેટર્નમાં આવે છે. અભિષેક ચૌબેની ફિલ્મોના પાત્રોની ડાર્ક સાઇડ અન્ડરકરન્ટ અહીં પણ દેખાય છે.

5

Killer Soup Review  : કેવી છે વેબ સીરીઝ

  • આ સિરીઝ જોવાનું સૌથી મોટું કારણ મનોજ બાજપેયી, કોંકણા સેન શર્મા અને અભિષેક ચૌબેનું ડિરેક્શન છે. મનોજ અને કોંકણા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. જોકે, અભિષેક આ બંને સાથે અલગ-અલગ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુક્યા છે.
  • ઉમેશ અને પ્રભાકરના ડબલ રોલમાં મનોજે પોતાની પ્રતિભા દર્શાવી છે. મનોજે આ બંને પાત્રોને એકબીજાથી સંપૂર્ણપણે અલગ રાખવા માટે જે પદ્ધતિઓ અપનાવી છે તે તેના અનુભવને દર્શાવે છે. સ્વાતિની ચાલાકીને સ્ક્રીન પર લાવવામાં કોંકણાનો કોઈ મુકાબલો નથી.
  • શ્રેણીનો નબળો મુદ્દો એ પાત્રોની બોલી રહે છે. દક્ષિણનો સ્પર્શ આપવા માટે, મનોજ અને કોંકણાના પાત્રો વચ્ચે વચ્ચે તમિલ બોલે છે, પરંતુ પછી તેઓ તેમની કુદરતી હિન્દીમાં પાછા ફરે છે, જેના કારણે કિલર સૂપનો સ્વાદ બગડવા લાગે છે.
  • જો કે, તેમાં કેટલાક દક્ષિણ ભારતીય કલાકારો પણ છે, જેઓ દક્ષિણ ભારતીય સ્વાદ જાળવી રાખે છે. સમસ્યા એ છે કે આ ડાર્ક કોમીડી તરીખે ઓળખાવતી વેબ સીરીઝમાં તમે કોમેડીને શોધતા જ રહી જશો.  

તમે આ પણ વાંચી શકો છો

INDIAN ARMY : ભારતીય સેનામાં થશે આધુનિકરણ, ચીન પર અમારી નજર, આર્મી ચીફે આપ્યા તમામ સવાલના જવાબ


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.