Khamenei Dead:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ તણાવ વચ્ચે ઈરાનથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader) આયાતુલ્લા અલી ખામેનીનું અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં અવસાન થયું છે. આ હુમલામાં ખામેનીના પરિવારના અનેક સભ્યો સહિત 118 ઈરાની વિદ્યાર્થીઓએ પણ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. ઈરાની મીડિયા એજન્સીઓ ‘તસ્નીમ’ અને ‘ફાર્સ’ એ આ સમાચારની સત્તાવાર પુષ્ટિ કરી છે.
Khamenei Dead:પરિવારના સભ્યો પણ ઠાર; ખામેનીના પુત્રએ સંભાળી કમાન
મળતી માહિતી મુજબ, આ ઘાતક હુમલામાં માત્ર ખામેની જ નહીં, પરંતુ તેમની પુત્રી, જમાઈ, પૌત્રી અને પુત્રવધૂનું પણ મોત નીપજ્યું છે. સર્વોચ્ચ નેતાના અવસાન બાદ સર્જાયેલી શૂન્યાવકાશની સ્થિતિમાં તેમના પુત્રએ હાલ શાસનની કમાન સંભાળી હોવાનું જાણવા મળ્યું છે. ઈરાન સરકારે દેશમાં 40 દિવસનો રાજકીય શોક અને 7 દિવસની જાહેર રજા જાહેર કરી છે.
Khamenei Dead:IRGC અને સેનાની જવાબી કાર્યવાહીની ચીમકી

ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (IRGC) એ આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, “દેશના મહાન નેતાના નિધનથી આખું રાષ્ટ્ર શોકમાં છે.” બીજી તરફ, ઈરાની સેનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ ‘ખતરનાક અભિયાન’ શરૂ કરશે. આ અભિયાન હેઠળ અમેરિકી આતંકવાદી ઠેકાણાઓ અને ઈઝરાયલના વ્યૂહાત્મક વિસ્તારોને નિશાન બનાવવામાં આવશે.
Khamenei Dead:ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા: “આ ન્યાય છે”
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ ઓપરેશનની સફળતાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે:
“ઈતિહાસના સૌથી ક્રૂર વ્યક્તિઓમાંથી એક ખામેની માર્યો ગયો છે. આ ઈરાની જનતા, અમેરિકા અને સમગ્ર વિશ્વ માટે ન્યાય સમાન છે.”
Khamenei Dead:આયાતુલ્લા અલી ખામેની: એક નજર

- જન્મ: 19 એપ્રિલ 1939, મશહદ (ઈરાન).
- સંઘર્ષ: 1963માં શાહ શાસન વિરુદ્ધ બળવો કરવા બદલ ધરપકડ થઈ હતી.
- ક્રાંતિ: 1979ની ઈસ્લામિક ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી અને ઉપ સંરક્ષણ મંત્રી બન્યા.
- રાષ્ટ્રપતિ પદ: 1981માં ઈરાનના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- સર્વોચ્ચ નેતા: 1989માં આયાતુલ્લા ખોમેનીના નિધન બાદ દેશના ‘રહબર’ (Supreme Leader) બન્યા અને મૃત્યુ સુધી સત્તા પર રહ્યા.
આ ઘટના બાદ હવે મધ્ય પૂર્વમાં (Middle East) યુદ્ધની જ્વાળાઓ વધુ ભભૂકે તેવી શક્યતા સેવાઈ રહી છે. વિશ્વભરના દેશોની નજર હવે ઈરાનના આગામી પગલા પર ટકેલી છે.

આ પણ વાંચો :વિશ્વયુદ્ધના ભણકારા: ઇઝરાયલ અને અમેરિકાનો ઈરાન પર ભીષણ હુમલો, જવાબમાં ઈરાને છોડી ૪૦૦ મિસાઇલો




