Kashish Kapoor: કશિશ કપૂરના ઘરમાં મોટા પાયે ચોરી, 4 લાખ લઈને નોકર ગાયબ
Bigg Boss 18 Kashish Kapoor Latest News: ટેલિવિઝન જગતના ચર્ચિત શો Bigg Boss 18ની કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી કશિશ કપૂરના ઘરે ચોરી થઈ છે. રિપોર્ટ્સ અનુસાર નોકર તેના ઘરે રૂપિયા 4 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. અંબોલી પોલીસે તેના નોકર સામે ગુનો નોંધીને આગળ તપાસ કરી રહી છે.

Kashish Kapoor: માતાને મોકલવા રૂપિયા રાખ્યા હતા
Bigg Boss ફેમ કશિશ કપૂર બિહારના પૂર્ણિયાની વતની છે, તે હાલમાં મુંબઈના અંધેરીમાં રહે છે. ઘણા ટીવી શોમાં કામ કરનારી કશિશને Bigg Boss 18ની કન્ટેસ્ટન્ટ બનતા ઘર ઘરમાં ઓળખ મળી. તાજેતરમાં તેના ઘરમાં કામ કરતો નોકર સચિન કુમાર ચૌધરીએ તેના ઘરમાં લગભગ 4 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયો છે. રિપોર્ટ્સ અનુસાર સચિન કશિશના ઘરે લગભગ 5 મહિનાથી કામ કરી રહ્યો હતો, દર દિવસે બપોરે તે કામ પૂરું થયા બાદ ચાલ્યો જતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કશિશે ઘરના કબાટમાં લગભગ 7 લાખ રૂપિયા રાખ્યા હતા, જે તે તેની માતાને મોકલવાની હતી. જોકે, જ્યારે તેણે કબાટ ખોલીને જોયું, ત્યારે લગભગ 4 લાખ રૂપિયા ગાયબ હતા. જ્યારે તેણે ઘરમાં પૂછપરછ કરી, તો નોકર ગભરાઈ ગયો અને ફરાર થઈ ગયો. કશિશને શંકા થઈ અને તેણે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Kashish Kapoor: કશીશ કપૂર વિશે જાણો
કશિશ કપૂર 24 વર્ષની છે અને તે મધ્યમ વર્ગના પરિવારથી આવે છે. બિહારની રહેવાસી કશિશે સલમાન ખાનના વિવાદાસ્પદ શો Bigg Boss 18માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. તે સ્પ્લિટ્સ વિલા 15 રિયાલિટી શોની પણ સ્પર્ધક રહી છે, જેને સની લિયૉની અને તનુજ વિરવાનીએ હોસ્ટ કર્યો હતો. કશિશ મિસ ફેશન આઇકનનો ટાઇટલ પણ જીતી ચૂકી છે.

ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Kashish Kapoor: Bigg Boss ફેમ કશિશ કપૂરના ઘરે ચોરી, જાણો નોકર કેટલા લાખ લઈને થયો રફૂચક્કર#KashishKapoor #BiggBoss18 #KashishKapoorNews #TVActressRobbery