Kasganj Accident News : ઉત્તરપ્રદેશના કાસગંજમાં શનિવારે એક અકસ્માત થયો હતો. અહીં તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 7 બાળકો સહિત 24 લોકોનાં મોત થયાં હતાં. ટ્રોલીમાં 54 લોકો સવાર હતા. હાલ ઘટનાસ્થળે બુલડોઝર વડે બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકો પણ મદદે આગળ આવ્યા હતા. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ તમામ લોકો એટાના જૈથરાના રહેવાસી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર સ્પીડમાં જઈ રહ્યું હતું, જેથી કાબૂ ગુમાવવાને કારણે એ રોડ પરથી સરકીને તળાવમાં પડી ગયું હતું.

Kasganj Accident News: ઉત્તર પ્રદેશના બદાયુ હાઈવે પર દરિયાવગંજ પાસે ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં પલટી જતા બાળકો સહિત 24 લોકોના મોત થયાના સમાચાર છે.
Kasganj Accident News : આ ઘટનામાં 12 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માહિતી મળી રહી છે કે, એટાના જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક પૂર્વી ગામમાંથી સવારે ૫૦થી વધુ લોકો ટ્રેક્ટરમાં સવાર થઈને કાદરગંજ ગંગા ઘાટ સ્નાન કરવા માટે નીકળ્યા હતા. જેમાં મહિલીઓની સાથે બાળકો પણ હતા.

Kasganj Accident News : જાણકારી પ્રમાણે, સવારે લગભગ 11 વાગ્યે દરિયાવગંજ નજીક હાઈવે પર અચાનક ટ્રેક્ટરની કપલિંગ ટૂટી જતા ટ્રેક્ટર અને ટ્રોલી કંટ્રોલમાં ન રહેતા તળાવમાં પલટી ગઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ પોલીસને સૂચના આપી હતી. જે બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ઘટના સ્થળે ડીએમ સુધા વર્મા અને એસપી અપર્ણા રજત કૌશિક પહોંચ્યા છે.

Kasganj Accident News : સીએમ દ્વારા મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો માટે બે-બે લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજાર રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे