Kamalnath : એક પછી એક કોંગ્રેસી નેતાઓના રાજીનામાં બાદ ભાજપમાં જોડાયા પછી હવે કોંગ્રેસનું ટેન્શન વધારતાં અહેવાલ સામે આવ્યા છે. મધ્યપ્રદેશથી મળતાં અહેવાલો અનુસાર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યા છે. જોકે હજુ સુધી આ મામલે કોઈ પુષ્ટી થઈ શકી નથી. આ સૌની વચ્ચે દિગ્વિજય સિંહે આ મામલે જવાબ આપ્યો હતો.
Kamalnath : મધ્યપ્રદેશના રાજકારણમાં મચી જશે ખળભળાટ!
Kamalnath : મધ્યપ્રદેશના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ છે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અહીં પહોંચે તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે. ચર્ચા અનુસાર તે તેમના સાંસદ દીકરા નકુલનાથ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. કમલનાથે તેમના 17 ફેબ્રુઆરી પહેલાના તમામ કાર્યક્રમો પણ રદ કરી દીધા છે. તેઓ દીકરા સાથે દિલ્હી પણ રવાના થઇ ગયા છે. બીજી બાજુ આ અહેવાલને વેગ ત્યારે મળ્યો જ્યારે તેમના સાંસદ દીકરા નકુલનાથે તેમના X પ્રોફાઈલ પરથી કોંગ્રેસ હટાવી દીધું હતું.
Kamalnath : દિગ્વિજય સિંહે કમલનાથ વિશે શું કહ્યું?
તો બીજી તરફ , જ્યારે મધ્ય પ્રદેશના જબલપુરમાં દિગ્વિજય સિંહને કમલનાથના દિલ્હી જવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે બધું બરાબર છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મેં ગઈકાલે રાત્રે કમલનાથ સાથે વાત કરી હતી. તે છિંદવાડામાં છે. ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે દિગ્વિજય સિંહે કહ્યું કે કમલનાથે તેમનું આખું જીવન કોંગ્રેસમાં વિતાવ્યું છે. તેઓ ઈન્દિરા ગાંધીના સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે. કમલનાથે વિધાનસભાની ચૂંટણી બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું પદ પણ ગુમાવવું પડ્યું હતું.
Kamalnath : વાસ્તવમાં, કલમનાથના ભાજપમાં જોડાવાની અટકળોને એ સમયે મજબૂતી મળી જ્યારે તેમણે છિંદવાડામાં તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા. શનિવારે દિલ્હી પહોંચશે. આ દરમિયાન તેમના પુત્ર અને કોંગ્રેસના સાંસદ નકુલ નાથે કોંગ્રેસને તેમના બાયોમાંથી હટાવી દીધી છે.આ પહેલા પણ કમલનાથ ભાજપમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું હતું. પરંતુ તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને પાયાવિહોણા ગણાવ્યા હતા. એવું માનવામાં આવે છે કે કમલનાથ રાજ્યસભામાં જવા માંગતા હતા. પરંતુ કોંગ્રેસે તેમને ટિકિટ ન આપી અને અશોક સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા. રાજ્યસભાના ઉમેદવારની જાહેરાત પહેલા કમલનાથે ધારાસભ્યોને તેમના નિવાસસ્થાને ડિનર પાર્ટી પણ આપી હતી, આને તેમની તાકાતના પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું રહ્યું છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे