Kamal Nath: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાઈ શકે છે. જો આમ થશે તો 1968માં યુથ કોંગ્રેસથી શરૂ થયેલી તેમની રાજકીય સફર પાર્ટી સાથે સમાપ્ત થશે.

કમલનાથ તેમના મિત્ર સંજય ગાંધીના કહેવા પર 22 વર્ષની ઉંમરે યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. કમલનાથ માત્ર કોંગ્રેસના નેતા નથી, સંજય ગાંધી અને તેમની મિત્રતા 70ના દાયકામાં ચર્ચાનો વિષય હતી. કમલનાથને ઇન્દિરા ગાંધી પોતાના ત્રીજા પુત્ર તરીકે માનતા હતા.
‘इंदिरा गांधी के दो हाथ, संजय और कमलनाथ।’



Doon School થી શરુ થઇ હતી સંજય ગાંધી અને કમલનાથની દોસ્તી
- ઈન્દિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધી અને કમલનાથની મુલાકાત દેહરાદૂનની દૂન સ્કૂલમાં થઈ હતી. થોડા સમય પછી, કમલનાથ વધુ અભ્યાસ કરવા માટે કોલકાતા ગયા, પરંતુ તેમની મિત્રતા ધીમે ધીમે ગાઢ બની.
- દેશમાં દરેક પાસે કારના વિચાર સાથે મારુતિ કાર બનાવવાના સપના સાથે આ મિત્રતા રાજકારણ સુધી પહોંચી.
- કોંગ્રેસમાં કમલનાથની એન્ટ્રી અને કેવી રીતે આગળ વધ્યા?
- 1968માં યુથ કોંગ્રેસમાં જોડાયા.
- 1976માં તેમને ઉત્તર પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી બન્યા
- 1970-81 સુધી અખિલ ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય પરિષદના સભ્ય
- 1980, 1984, 1990, 1991, 1998, 1999, 2004, 2009 અને 2014માં છિંદવાડાથી સાંસદ
- વર્ષ 2000 થી 2018 સુધી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ
- મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.
- 2019માં મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર છિંદવાડાથી ધારાસભ્ય બન્યા હતા.
- 20 માર્ચ 2020 ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું
- કમલનાથના નેતૃત્વમાં 15 વર્ષ બાદ સત્તામાં પરત ફરેલી કોંગ્રેસે 15 મહિના સુધી રાજ્યમાં શાસન કર્યું.
- 2023માં છિંદવાડાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા.
- વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ પ્રદેશ અધ્યક્ષ પદ છોડયુ

Kamal Nath: 5 વખત કેન્દ્રીય મંત્રી બન્યા કોંગ્રેસના શાસનમાં
- 1991 થી 1994 : કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી
- 1995 થી 1996 : કેન્દ્રીય કાપડ મંત્રી
- 2004 થી 2008 : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
- 2009 થી 2011 : કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી
- 2012 થી 2014 : શહેરી વિકાસ અને સંસદીય બાબતોના મંત્રી

Kamal Nath : ગાંધી પરિવાર અને કમલનાથ
ઈન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે 1977માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો.
બાદમાં જનતા પાર્ટીની સરકારે એક કેસમાં સંજય ગાંધીને તિહાર જેલમાં મોકલી દીધા હતા.
આ દરમિયાન કમલનાથ જાની જોઇને સંજય ગાંધી સાથે રહેવા માટે જજ સાથે ઘર્ષણમાં ઉતરી ગયા. જજે કમલનાથને તિરસ્કારના આરોપમાં તિહાર જેલમાં પણ મોકલવામાં આવ્યો હતો. જ્યા સંજય અને કમલનાથ બંને સાથે જેલમાં રહ્યા. આ ઘટના બાદ કમલનાથ ઈન્દિરા ગાંધીના ખાસ બની ગયા.
ગાંધી પરિવાર સાથે કમલનાથના સંબંધો કેટલા મજબૂત હતા કે એક રાજકીય કહેવત પ્રચલિત થઇ હતી – ‘ઇન્દિરા ગાંધીના બે હાથ છે, સંજય અને કમલનાથ.’
1980માં કોંગ્રેસે કમલનાથને છિંદવાડાથી મેદાનમાં ઉતાર્યા હતા. ઈન્દિરા ગાંધી પોતે તેમના માટે પ્રચાર કરવા આવ્યા હતા.

આ દરમિયાન તેણીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું નથી ઈચ્છતી કે તમે લોકો કોંગ્રેસના નેતાને મત આપો. હું ઈચ્છું છું કે તમે બધા મારા ત્રીજા પુત્ર કમલનાથને મત આપો અને ચૂંટણી જીતાડો.
Kamal Nath: હનુમાન ભક્ત નાથ
કમલનાથ પોતે હનુમાન ભક્ત છે અને તેમણે પોતાના ગામ શિકારપુરમાં હનુમાનજીનું વિશાળ મંદિર બનાવ્યું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ હતા ત્યારે તેમણે કોંગ્રેસના તમામ કાર્યાલયોમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરાવ્યા હતા. તેમજ ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી.
નાથે રામ મંદિરના અભિષેકનું પણ સ્વાગત કર્યું હતું અને અયોધ્યામાં ચાર કરોડ 31 લાખ રામ નામની પત્રિકાઓ મોકલી હતી.

लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे