કલોલ તાલુકાના સનાવડ ગામમાં સનાવડ થી નાસમેદ એપરોચ રોડની હાલત ખુબ જ ખરાબ છે.આ રોડ ખુબ જ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે તેથી સ્થાનિકો તી કફોડી થઈ છે. કલોલ તાલુકાના સનાવડ ગામનો સનાવડ થી નાસમેદ એપરોચ રોડ જે રોડની લંબાઈ કુલ 1850 મીટર છે. જેમાં સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી 1000 મીટરની મંજૂરી અપાઈ છે. જ્યારે બાકી રહેલ 850 મીટરના રોડ મંજૂર થાય તેવી સનાવડ ગામના સરપંચ તેમજ ગામવાસીઓની માંગણી છે . સનાવડ ગામથી નાસમિત થઈ નીકળતા આ રોડ ઉપર ગામના ખેડૂતો અને નાશમેદ ગામના વતનીઓ અહીં રોજેરોજની અવર-જવર છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી આ રોડ એકદમ ભંગાર ભારતમાં જોવા મળે છે. રોડ પર મસ મોટા ખાડાને કારણે રાહદારીઓને અને ખેડૂતોને ખેતર તરફ વાહન લઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે હવે ગામના સરપંચ અને ગામના રહેવાસીઓ આ રોડ જે સરકાર દ્વારા 1850 ની જગ્યાએ ફક્ત 1000 મીટરનો જ મંજુર કર્યો છે તે રોડ પૂર્વ મંજૂર કરે તેવી માંગણી કરી રહ્યાં છે