June Month : પહેલી જુનથી થશે આ બદલાવ , તમારા જીવનમાં કરી શકે છે અસર

0
198
June Month
June Month

June Month : સામાન્ય રીતે ભારતમાં દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં બદલાવ આવતો હોય છે, ત્યારે હવે મે મહિનો પૂરો થવાના આરે ગણતરીના દિવસો બાકી છે. પહેલી જૂનથી અનેક વસ્તુઓના ભાવમાં ફેરફાર અને નિયમોમાં ફેરફાર લાગૂ થવાના છે, આજે અમે એવા કેટલાક નિયમો પર તમારું  ધ્યાન દોરશું , જે તમારા માટે અતિ મહત્વના છે અને જે તમારા ખિસ્સા પર મોટી અસર કરશે.   

 1 ) CNG-PNG રેટ – June Month : 

June Month

મહિનાની શરૂઆતમાં જ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બાઇન ઇંધણ (એટીએફ) અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. તેની નવી કિંમતો પણ પ્રથમ તારીખે જાહેર થઈ શકે છે.  

૨ ) એલપીજીના ભાવ – June Month :

June Month

ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ 1 જૂન, 2024ના રોજ સવારે 6 વાગ્યાથી લાગૂ કરે છે. થોડા સમય પહેલાં જ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘણા ફેરફારો જોવામાં આવ્યા છે, પરંતુ 14 કિલોના રાંઘણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.  

 ૩) ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ – June Month :

June Month

પહેલી જૂનથી થઈ રહેલો ચોથો મોટો ફેરફાર તમારા ડ્રાઇવિંગ લાયસન્સ સાથે સંબંધિત છે. 1 જૂન, 2024થી, ખાનગી સંસ્થાઓ (ડ્રાઇવિંગ સ્કૂલ)માં પણ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવી શકે છે, અત્યાર સુધી આ ટેસ્ટ ફક્ત આરટીઓ દ્વારા સંચાલિત સરકારી કેન્દ્રોમાં લેવામાં આવતા હતા. હવે ખાનગી સંસ્થાઓમાં પણ લાયસન્સ માટે અરજી કરનારા લોકોનો ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને તેમને લાઇસન્સ આપવામાં આવશે. જો કે, ધ્યાનમાં રાખો કે આ ટેસ્ટ પ્રક્રિયા ફક્ત તે ખાનગી સંસ્થાઓમાં જ હાથ ધરવામાં આવશે જેને RTO દ્વારા માન્યતા આપવામાં આવશે.  

4) SBI ક્રેડિટ કાર્ડ – June Month :

June Month

SBI ક્રેડિટ કાર્ડના નિયમો 1 જૂન, 2024થી બદલાવા જઈ રહ્યા છે. SBI કાર્ડ મુજબ, 1 જૂન 2024થી કેટલાક ક્રેડિટ કાર્ડ્સ માટે સરકારી સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ લાગુ થશે નહીં. તેમાં સ્ટેટ બેન્કનું AURUM, SBI કાર્ડ ELITE, SBI કાર્ડ ELITE એડવાન્ટેજ અને SBI કાર્ડ પલ્સ, SimplyCLICK SBI કાર્ડ, SimplyClick એડવાન્ટેજ SBI કાર્ડ (SBI Card PRIME) અને SBI કાર્ડ પ્રાઇમ (SBI કાર્ડ પ્રાઇમ)નો સમાવેશ થાય છે.

 5 )  આધાર કાર્ડ ફ્રી અપડેટ – June Month :

June Month

પાંચમો ફેરફાર 14મી જૂનથી અમલમાં આવશે. વાસ્તવમાં, UIDAIએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન સુધી લંબાવી છે. આધાર કાર્ડ ધારકો પાસે તેને ફ્રીમાં અપડેટ કરવા માટે માત્ર થોડા જ દિવસો બાકી છે. આ પછી, જો તમે તેને અપડેટ કરાવવા માટે આધાર સેન્ટર પર જઈ પ્રતિ અપડેટ 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો