JP NARVIYA : કોણ છે જેપી મારવિયા? જેને કોંગ્રેસે પૂનમ માડમ સામે મેદાને ઉતાર્યા છે  

0
139
JP NARVIYA
JP NARVIYA

JP NARVIYA : ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે રસાકસીનો જંગ જામ્યો છે, આજથી વિધિવત રીતે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આજે આપને જામનગર કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવીયા વિશે વાત કરીશું.. કોણ છે જેપી મારવિયા અને શું છે તેમનું રાજકીય બ્રેકગ્રાઉન્ડ ?   

JP NARVIYA

JP NARVIYA :   જામનગર લોકસભા સીટ પર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો છે. જામનગર સીટ પર કયા ઉમેદવાર બાજી મારી જશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ જાણવા મળશે, પણ આ બેઠક પર જેપી મારવિયા કેટલા મજબુત છે અને તેમનું રાજનૈતિક બેકગ્રાઉન્ડ શું છે તેના વિશે જાણીએ

JP NARVIYA

JP NARVIYA : જામનગરની લોકસભા બેઠક પર કોંગ્રેસે જે.પી. મારવીયા એટલે કે, જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયાને ઉમેદવાર બનાવ્યાં છે. કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, ૪૩ વર્ષની ઉંમરના પાટીદાર ચહેરાને કોંગ્રેસે આ વખતે દાવ રમ્યો છે. ૧૪ વર્ષ બાદ જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવાર સામે પાટીદાર સમાજના ઉમેદવારનો મુકાબલો થશે. ગત બન્ને ચૂંટણીમાં એટલે કે ર૦૦૯ અને ર૦૧૪માં ભાજપના આહિરની સામે કોંગ્રેસના આહિર ચૂંટણી લડ્યા હતાં.

JP NARVIYA

JP NARVIYA : કોણ છે જે.પી.મારવીયા ?

JP NARVIYA :  જિલ્લા પંચાયતની નિકાવા સીટ પરથી વિજેતા થઈને વિપક્ષી નેતા બનેલા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, રાજકોટ ખાતે એમની ઑફિસ છે, રર વર્ષથી કોંગ્રેસમાં સક્રિય છે, કાલાવડ તાલુકા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હોવાથી સંગઠ્ઠનની કામગીરીનો પણ અનુભવ ધરાવે છે. આ ઉપરાંત કાલાવડ એપીએમસીમાં ડાયરેક્ટર અને નિકાવા સેવા સહકારી મંડળીના સદસ્ય છે, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન ગણાય છે.

JP NARVIYA

JP NARVIYA : ગુજરાતમાં કોંગ્રેસ અને કેજરીવાલની આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે, પાછલી વિધાનસભાની ચૂંટણીમાં હાલારની સાત બેઠકમાંથી કોંગ્રેસને એક પણ મળી નથી, પરંતુ ‘આપ’ પાસે જામજોધપુરની બેઠક છે. ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવ્યા હતાં તે પણ ચોંકાવનારા હતા. ખંભાળિયાની બેઠક પર તો ઈશુદાન ગઢવી મત મેળવવામાં બીજા નંબરે રહ્યાં હતાં. આ ગઠબંધનના કારણે જો ખરેખર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણીનો મુકાબલો કરશે તો ચૂંટણી જંગમાં થોડોઘણો ઉત્તેજનાનો રંગ પૂરાઈ શકે છે, અન્યથા વર્તમાન સંજોગો પ્રમાણે ભાજપને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો