Job offer abroad : તમારૂ સપનું છે કે વિદેશમાં નોકરી કરવી છે. તો તે સપનું થશે હવે સાકાર, સામાન્ય રીતે લોકોને વિદેશમાં સેટલ થવાની ઈચ્છા હોય છે , પરંતુ સૌથી મોટો સવાલ એ હોય છે કે ત્યાં જઈને નોકરી શું કરવી, તો આજે અમે તમારા દરેક સવાલોના જવાબો લઈને આવ્યા છીએ..

Job offer abroad : ઘણા લોકોને પોતાની ડ્રીમ કંટ્રીમાં સેટલ થવાનું સપનું જોતાં હોય છે. પરંતુ તેને સાકાર કરવુ પણ તેટલું જ અઘરુ હોવાનું માનતા હોય છે. જો કે, હવે વિદેશ જઈ ત્યાં સેટલ થવું એટલુ મુશ્કેલ નથી. કેમકે આજે અમે તમને તમારા સપનાના દેશમાં કેવી રીતે નોકરી શોધી શકશો તેનો જવાબ લઈને આવ્યા છીએ,
Job offer abroad : જાણો કેવી રીતે કરશો એપ્લાય

અમેરિકાઃ અમેરિકાનું સૌથી મોટુ જોબ સર્ચ એન્જિન Indeed.com છે. જે તમામ ઈન્ડસ્ટ્રીમાં વિવિધ જોબની યાદી અને અપ્લાય કરવાની તક આપે છે. આ સિવાય અન્ય એક વેબ પોર્ટલ Glassdoor.com પર પણ કંપનીના જોબ લિસ્ટિંગ, કંપની રિવ્યૂ, અને પગારની મહિતી સહિતની વિગતો દર્શાવવામાં આવે છે. જેની મદદથી કારકિર્દીના યોગ્ય નિર્ણયો લઈ શકો છો.
કેનેડાઃ કેનેડાની ટોચની જોબ સર્ચ સાઈટ Workopolis.com છે. જે કેનેડામાં જોબ વેકેન્સીનો વ્યાપક ડેટા રજૂ કરે છે. આ સિવાય કેનેડિયન માર્કેટમાં કારકિર્દી ઘડવા અને રોજગારની તકોની વિશાળ રેન્જ Monster.ca નામના પોર્ટલ પર ઓફર કરવામાં આવે છે.
યુનાઈટેડ કિંગ્ડમઃ યુકેમાં વિવિધ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રોજગારની યાદી Reed.co.uk વેબસાઈટ પર ઉપલબ્ધ છે. જેમાં કારકિર્દીને લગતા માર્ગદર્શન અને સંસાધનો પણ ઉપલબ્ધ છે. યુકેમાં એન્ટ્રી લેવલથી માંડી એક્ઝિક્યુટીવ પદ સુધીની તમામ રોજગારની તકો Totaljobs.com વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયાની ટોચની જોબ સાઈટ Seek.com.au વિવિધ પ્રદેશો અને વિવિધ ક્ષેત્રમાં વિશાળ પ્રમાણમાં રોજગારી ઓફર કરે છે. આ સિવાય CareerOne.com.au પણ જોબ રિક્રુટમેન્ટ વેબસાઈટ છે.

જર્મનીઃ Monster.de અને StepStone.de જર્મનીમાં રોજગારી ઓફર કરતુ જોબ પોર્ટલ છે. જેમાં જર્મન અને ઈંગ્લિશમાં કારકિર્દી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
ફ્રાન્સઃ Apec.fr જોબ પોર્ટલ કારકિર્દી વિશે માર્ગદર્શન અને રિસોર્સિસ પૂરા પાડતા ફ્રાન્સમાં જોબની તકો આપે છે. Indeed.frમાં ફ્રાન્સના વિવિધ સ્થળમાં વિવિધ ઈન્ડસ્ટ્રીમાં જોબની યાદી આપવામાં આવે છે.
યુએઈઃ Bayt.com અને GulfTalent.com મધ્ય પૂર્વમાં રોજગારની તકો અને ભરતી સેવાઓ અંગે માહિતી પ્રદાન કરે છે.
નેધરલેન્ડ્સઃ ટોચની ડચ જોબ વેબસાઈટ Monsterboard.nl પર તમે નેધરલેન્ડમાં ઉપલબ્ધ જોબની તકો ઝડપી શકો છો. NationaleVacaturebank.nl વેબ પોર્ટલ પણ વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો ઓફર કરે છે.
સ્વિટ્ઝરલેન્ડઃ સ્વિટ્ઝરલેન્ડમાં રોજગારની તકો મેળવવા ઈચ્છુકો Jobs.ch અને JobScout24.ch વેબસાઈટની મદદ લઈ શકે છે. જેમાં પ્રોફેશનલ્સ માટે વિવિધ ઈન્ડસ્ટ્રીમાં વિશાળ તકો ઉપલબ્ધ છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો