job loss : તમારી નોકરી પર આવી રહ્યો છે ખતરો. ટેક કંપનીમાંથી થઇ રહી છે મોટાપાયે છટણી  

0
273
job loss
job loss

job loss : મંદી સમજો કે કોરોનાની આફ્ટર ઈફેક્ટસ, કે પછી AI નું વધી રહેલો ઉપયોગ. નોકરીયાત વર્ગ માટે આગામી કેટલાક  વર્ષ ભારે જોખમ ભરેલા રહેવાના છે, કેમ કે એક સર્વે અનુસાર ચાલુ વર્ષે હજુ પણ કેટલીક કંપનીઓમાં મોટા પ્રમાણમાં છટણી કરવાની છે, એક અંદાજ મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ૩૨૦૦૦ લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.    

job loss

job loss : ટેક ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ માટે આ વર્ષ ઘણું અઘરું સાબિત થઇ શકે છે. આ વર્ષે અત્યાર સુધી આશરે 32,000 ટેક કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. છટણી કરનાર કંપનીમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન,સેલ્સફોર્સ ઇન્ક અને મેટા જેવા દિગ્ગજો સામેલ છે. કોરોના રોગચાળા બાદથી ટેક ઇન્ડસ્ટ્રીમાં છટણી પર નજર રાખતા Layoffs.fyiએ જણાવ્યું હતું કે 122થી વધુ ટેક કંપનીઓ અને સ્ટાર્ટઅપે આશરે 32,000 કર્મચારીઓને નોકરીમાંથી નીકાળી દીધા હતા અને આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે.

job loss : યુટ્યુબ ઓછામાં ઓછા 100 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે

job loss

ઓનલાઇન પેમેન્ટ ગેટવે કંપની પેપાલે વર્કફોર્સના ઓછામાં ઓછા 9 ટકા એટલે કે આશરે 2500 કર્મચારીઓની છટણી કરવાની યોજના ઘડી છે. યુટ્યુબ ઓછામાં ઓછા 100 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ જ રીતે વીઇએમ સોફ્ટવેર 300 કર્મચારીઓને નોકરીમાંથી રવાના કરશે તેવી વાત સામે આવી છે. રોબોટ બનાવવાની કંપની આઈ રોબોટે આશરે 350 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે જે તેના વર્કફોર્સનો આશરે 31 ટકા હિસ્સો છે. કંપનીના સંસ્થાપક અને સીઈઓ કોલિંન એંગલ પણ પોતાનું પદ છોડી દેશે. આ ઉપરાંત સેલ્સફોર્સે આશરે 700 લોકોને   નોકરીમાંથી હટાવી દીધા છે. Layoffs.fyiના રોજર લી અનુસાર કોરોના કેસો અને વ્યાજદરમાં વધારાની અસર હવે જોવા મળી રહી છે. આ ઉપરાંત ઘણી કંપનીઓ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સને જવાબદાર ગણાવી રહી છે.

job loss : વર્ષમાં ચાર લાખથી વધુની છટણી

job loss

વિશ્વમાં સ્ટાર્ટઅપ સહીત ટેક કંપનીઓએ 2022 અને 2023માં 4,25,000થી વધુ કર્મચારીઓની નોકરીમાંથી છટણી કરી હતી,જ્યારે ભારતમાં આ સમય દરમિયાન 36,000થી વધુ કર્મચારીઓની છટણી કરી હતી. 120થી વધુ નાની-મોટી કંપનીઓએ જાન્યુઆરી માસમાં છટણી કરી હતી જેમાં અમુક મોટી કંપનીઓ સામેલ છે. Snap Inc પોતાના વર્કફોર્સમાં 10 ટકા એટલે કે 540 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. ઝૂમ આશરે 150 કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ ઉપરાંત કલાઉડ સોફ્ટવેર વિક્રેતા ઓક્ટાએ પણ 400 કર્મચારીઓ અથવા પોતાના વર્કફોર્સના આશરે સાત ટકા કર્મચારીઓને છુટા કરશે.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने