Jio TV: મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?

0
380
Jio TV: મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?
Jio TV: મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?

Jio દ્વારા સ્માર્ટ ટીવી લોન્ચ કરવામાં આવી શકે છે. આ અંગે એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે નવું Jio TV OS રજૂ કરવામાં આવી શકે છે.

Jio TV: મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?
Jio TV: મુકેશ અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં કરશે એન્ટ્રી, શું આવી રહ્યું છે Jioનું TV?

Jio લાવી રહ્યું છે Jio TV

જ્યારે મુકેશ અંબાણીએ Jio લોન્ચ કર્યું ત્યારે ટેલિકોમ માર્કેટમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. યુઝર્સને પહેલીવાર અમર્યાદિત ડેટા અને કોલિંગનો અનુભવ થયો. હવે અંબાણી સ્માર્ટ ટીવી માર્કેટમાં પણ એન્ટ્રી કરી શકે છે. એક રિપોર્ટ બાદ આ અંદાજ લગાવવામાં આવ્યો છે.

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Jio TV OS ટેસ્ટિંગ હેઠળ છે અને તે Google આધારિત ઓપરેટિંગ સિસ્ટમ હશે. અહીંથી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે Jio TV બહુ જલ્દી માર્કેટમાં આવવાનું છે.

રિલાયન્સનો નવો પ્લાન

ખરેખર, રિલાયન્સ આ સાથે ટીવી માર્કેટમાં પ્રવેશ કરશે. સ્માર્ટ ટીવીનું માર્કેટ ઝડપથી વધી રહ્યું છે અને હવે તેમાં Jioની એન્ટ્રી બાદ કહી શકાય કે LG, Sony જેવા સ્માર્ટ ટીવીને કઠિન સ્પર્ધાનો સામનો કરવો પડશે.

Jio AI પર પણ કામ કરી રહ્યું છે

Jio પહેલેથી જ AI પર કામ કરી રહ્યું છે. હવે કંપની Jio TV OS માટે કોઈ અલગ ફી વસૂલવાની નથી. આવી સ્થિતિમાં યુઝર્સ માટે કહી શકાય કે ટીવી ખૂબ જ સસ્તું થવા જઈ રહ્યું છે.

ચીનની કંપનીઓના ટીવી પહેલેથી જ ઉપલબ્ધ

Redmi, Realme જેવી ચીની કંપનીઓ ભારતમાં પહેલાથી જ સ્માર્ટ ટીવી માર્કેટમાં છે અને ખૂબ જ સસ્તા ટીવી ઓફર કરી રહી છે. પરંતુ Jioની એન્ટ્રી બાદ લોકોને ભારતીય કંપનીનો વિકલ્પ પણ મળશે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો