નશાની હાલતમાં નવી ગાડી-#jamanagr #Nasha #mahindra #scorpio #જામનગર જામનગરના હાપા વિસ્તારમાં મહિન્દ્રા કારના શો રૂમમાં મોડી રાત્રે તોડફોડની ઘટના સામે આવી છે.
નશાની હાલતમાં નવી ગાડી છોડાવા માટે આવેલા બે શખ્સોએ
મળતી માહિતી પ્રમાણે, બાઈક પર નશાની હાલતમાં આવેલા બે શખ્સોએ શો રૂમમાં ઘૂસી તોડફોડ ચલાવી. આ શખ્સોએ શો રૂમની અંદર પ્રવેશ કરીને “અત્યારે જ સ્કોર્પિયો કાર જોઈએ” તેવી માગણી કરી અને સિક્યોરિટી ગાર્ડ સાથે ઝઘડો કર્યો.
આ બનાવમાં શો રૂમના મેનેજર અને સિક્યુરિટી ગાર્ડે તરતજ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં હરપાલસિંહ મહેપતસિંહ જાડેજા અને મહાવીરસિંહ મુળુભા ઝાલા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ હાલ વધુ તપાસમાં જોડાઈ ગઈ છે અને CCTV ફૂટેજના આધારે ગુનાઓની વધુ વિગતો એકત્ર કરી રહી છે.

પાકિસ્તાનમાં ધાર્મિક યાત્રાએ ગયેલ 40 યાત્રાળુઓ પરત