Jammu-Kashmir : ડોડા જિલ્લાની ખીણમાં ટેમ્પો ખાબક્યો
ડોડા જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 7 યાત્રાળુઓના કરુણ મૃત્યુ થયા છે. યાત્રાળુઓથી ભરેલ એક ટેમ્પો ટ્રાવેલર પર ડ્રાયવરે કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હતો. પોંડાની ઊંડી ખીણમાં આ વાહન ખાબકતા કુલ 7 યાત્રાળુઓના મૃત્યુ અને 10 જણાં ઘાયલ થયા છે. યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jammu-Kashmir : 7 નાં મોત, 10 ઘાયલ
મંગળવારે સવારે જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના પોંડા વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અચાનક કાબુ ગુમાવીને ઊંડી ખાઈમાં પડી ગયો. આ અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે જ્યારે 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળે પોલીસ અને બચાવ કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામકાજ કરી રહ્યા છે. પોલીસે સમગ્ર સ્થળને કોર્ડન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બચાવ કર્મચારીઓ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિકો પણ જોડાયા છે.
Jammu-Kashmir : કેન્દ્રીય મંત્રીએ આપ્યું નિવેદન
આજે મંગળવાર સવારે જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં થયેલા ગમખ્વાર અકસ્માત સંદર્ભે કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ (Dr. Jitendra Singh) એ જણાવ્યું હતું કે, ડોડા શહેરથી 20-25 કિમી દૂર ભરત ગામ પાસે એક ખાનગી ટેમ્પો દુર્ઘટનાગ્રસ્થ થયો હતો. આ અકસ્માત બાદ તમામ શક્ય મદદ અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને નિયમિતપણે અપડેટ આપી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરો
યુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
ગુજરાતના વધુ સમાચાર માટે જોવા માટે અહિયાં ક્લિક કરોયુટ્યુબ પર વિડીઓ ન્યુઝ જોવા માટે
: Jammu-Kashmir : ડોડા જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલર ખીણમાં ખાબકતા 7 યાત્રાળુઓનાં મોતJammuKashmir #DodaAccident #TempoTravellerCrash