જમ્મુ કાશ્મીરના LG મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ અમરનાથ યાત્રા રેસ્ટ હાઉસ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કર્યો . LG મનોજ સિંહાએ જણાવ્યું કે આજે ખુબ આનંદની વાત છેકે પવિત્ર અમરનાથ યાત્રા માટે આવતા યાત્રિકો માટે વિશ્રામ ગૃહ અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો શિલાન્યાસ થઇ રહ્યો છે. આ દિવ્ય અવસરે આપને સૌ અહી ભેગા થયા છીએ ત્યારે ભગવાન મહાવેદ આપણને અ પવિત્ર કાર્યનો ભાગ બનવાનું સૌભાગ્ય મળ્યું છે.
આ અધ્યામિક યાત્રા છે અને શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે. દર વર્ષે 4થી 5 લાખ શ્રદ્ધાળુઓ યાત્રા પર આવતા હોય છે . ગરીબ અને માધ્યમ પરિવારો આ સુવિધાનો લાભ લઇ શકશે. જયારે હવામાન ખરાબ થયા છે ત્યારે યાત્રા રોકી જતી હોય છે તે વખતે આ સુવિધા ખુબ કામ લાગશે અને ખાસ કરીને આતંકવાદી ઘટનાઓ બંને છે ત્યારે પણ આપદા વિભાગ તેમની સેવાઓ આપશે.
અહી ઉલ્લેખનીય છેકે અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે . યાત્રિકોમાં યાત્રાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે .
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ