જય હો…આજે ગૌરવશાળી દિવસ ..જાણો ચંદ્રયાન 3 ની ખાસિયતો

1
56
જય હો...આજે ગૌરવશાળી દિવસ ..જાણો ચંદ્રયાન 3 ની ખાસિયતો
જય હો...આજે ગૌરવશાળી દિવસ ..જાણો ચંદ્રયાન 3 ની ખાસિયતો
જય હો...આજે ગૌરવશાળી દિવસ ..જાણો ચંદ્રયાન 3 ની ખાસિયતો

લોન્ચિંગ ની 16 મિનિટ પછી પૃથ્વી સપાટી થી 179 કિલોમીટર ના અંતરે લોન્ચ વ્હીકલથી અલગ પડશે ચંદ્રયાન 3

ચંદ્રયાન ૩ નું બજેટ માત્ર 615 કરોડ રૂપિયા છે જે વર્તમાન માં બનેલ ફિલ્મ આદીપુરૂષ કરતા પણ ઓછું છે…..ચંદ્રયાન 3 ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી .વીર. મુથુવેલ (તમિલનાડુ, વિલ્લૂપુરમ) જ્યારે મિશન ડાયરેક્ટર મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલ( લખનૌ, ઉત્તરપ્રદેશ) છે….

ચંદ્રયાન 3 ને ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવાની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરિધાલ ને સોંપવામાં આવી છે

ચંદ્રયાન 3 પૃથ્વી ની પછી લંબચોરસ કક્ષા માં ચંદ્ર ના પાંચ ચક્કર લગાવશે

3.84 લાખ કિલોમીટર નું અંતર કાપી 40 દિવસ બાદ 24/25 ઓગસ્ટ ના રોજ ચંદ્ર ના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન નું ઉતરાણ થશે

ચંદ્ર ની ધરતી પર યાન નું સોફ્ટ લેન્ડિંગ કરવામાં સફળતા મળશે તો ભારત ..અમેરિકા,રશિયા અને ચીન પછી ચોથો દેશ બનશે …અને દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત પ્રથમ દેશ બનશે

ચંદ્ર્યાન 2 ની સરખામણી માં ચંદ્રયાન 3 માં કોઈ ઓર્બિટર નથી પરંતુ એક પ્રોપલ્શન મોડેલ હશે જે લેન્ડર અને રોવર થી અલગ થયા પછી પણ ચંદ્ર ની આસપાસ ફરશે અને ચંદ્ર પર ના ડેટા મોકલશે….

પ્રોપલ્શન મોડેલ નું વજન 2148 કિલોગ્રામ છે જ્યારે લેન્ડર અને રોવર નું વજન 1752 કિલોગ્રામ છે

ચંદ્રયાન 3 માં આ વખતે લેન્ડર ના ચાર ખૂણા પર ચાર એન્જિન હસે …મધ્ય ભાગ નું પાંચમું એન્જિન છેલ્લા સમયે હટાવી લેવામાં આવ્યું …

ફાઈનલ લેન્ડિંગ બે જ એન્જિન થી કરવામાં આવશે જેથી બાકી ના 2 એન્જિન ઇમરજન્સી માં કામ કરી શકે …

ચંદ્રયાન-3ના લૅન્ડર તથા રોવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.

ચંદ્રયાન ૩ માં સરળતાથી લેન્ડિંગ થઈ શકે તે માટે અમદાવાદ ઈસરો કેન્દ્ર ખાતે નિર્માણ પામેલ સેટેલાઇટ ના પેલોડ, આ ઉપરાંત કેમેરા સિસ્ટમ , પ્રોસેસિંગ સિસ્ટમ ,રોવર નું ઈમેજ મેકર જેવી અલગ અલગ 11 વસ્તુઓ નો ઉપયોગ થયેલ છે…

અત્યાર સુધી માં 12 માણસો ચંદ્ર પર ગયા છે જ્યારે 1972 પછી છેલ્લા 51 વર્ષો માં ચંદ્ર ની સપાટી પર કોઈ માનવી નું ઉતરાણ થયું નથી ….

જય હો...આજે ગૌરવશાળી દિવસ ..જાણો ચંદ્રયાન 3 ની ખાસિયતો

Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.