Jagdish Vishwakarma:પંજાબમાં ‘પંજાબ કેસરી’ અખબારના કાર્યાલય પર થયેલી પોલીસ કાર્યવાહી અને મીડિયા કર્મચારીઓ સાથે થયેલા વર્તનને લઈને ગુજરાત ભાજપ આક્રમક મૂડમાં આવી ગયું છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આમ આદમી પાર્ટી (AAP) અને પંજાબની ભગવંત માન સરકાર પર કડક શબ્દોમાં નિશાન સાધ્યું છે.
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મીડિયા એ સમાજનું દર્પણ છે, અને આ દર્પણ તોડવાનું કામ અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર કરી રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે મીડિયાનો અવાજ દબાવવાનો કોઈ પણ પ્રયાસ લોકશાહીના મૂળ પર હુમલો છે અને ભાજપ આ પ્રકારની કાર્યવાહી ક્યારેય સહન કરશે નહીં.

Jagdish Vishwakarma: ‘મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ’

વિશ્વકર્માએ આરોપ લગાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં બહુરુપિયા રાજનીતિ કરી અને હવે પંજાબની જનતાને પણ છેતરી રહી છે. પંજાબમાં જે ઘટનાઓ બની રહી છે તે ભારતના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે એવી છે. મીડિયા કર્મચારીઓને માર મારવો, વેબ ચેનલો પર રેડ પાડવી અને પત્રકારોને ધમકાવવું એ સત્તાના નશાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
તેમણે ઉમેર્યું કે, કેજરીવાલના ‘શીશ મહેલ’ અંગે રિપોર્ટિંગ કરવાના કારણે એક મહિલા પત્રકાર પર ખોટી કાર્યવાહી કરવામાં આવી, જે પ્રેસ સ્વતંત્રતાને દબાવવાનો ખુલ્લો પ્રયાસ છે.
Jagdish Vishwakarma:પશ્ચિમ બંગાળમાં TMC સરકાર પર પણ નિશાન
પશ્ચિમ બંગાળની સ્થિતિ અંગે બોલતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, બંગાળ હવે ભય, અराजકતા અને રાજકીય હિંસાની પ્રયોગશાળા બની ગયું છે. સરકારી કર્મચારી અશોક દાસને આત્મહત્યા કરવી પડે તેવી પરિસ્થિતિ TMCના નેતાઓએ ઊભી કરી છે.
તેમણે વધુમાં આરોપ મૂક્યો કે, બંગાળમાં રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘુસણખોરોને બચાવવાની રાજનીતિ ચાલી રહી છે, જે રાજ્ય અને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો છે.
Jagdish Vishwakarma:ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના અંગે પ્રતિક્રિયા
વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને લઈને પૂછાયેલા પ્રશ્નના જવાબમાં વિશ્વકર્માએ કહ્યું કે, ગોપાલ ઇટાલિયા લોકોનું ધ્યાન ખેંચવા માટે આવા નાટકો કરી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે હવે મીડિયા પણ તેમની વાતોમાં રહેલી અસત્યતા સમજી ગયું છે.
હાલ વડોદરાના પાંચ ધારાસભ્યો સંકલન સમિતિમાં સામેલ ન થયા હોવાના મુદ્દે તેમણે કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
આ પણ વાંચો :Vande Bharat Sleeper:દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, PM મોદીએ માલદાથી બતાવી લીલી ઝંડી




