તમિલનાડુમાં આઈટી વિભાગે દરોડા પાડ્યા હતાં. તમિલનાડુમાં એક રિયલ એસ્ટેટ કંપની જી સ્ક્વેર પર આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. તમિલનાડુમાં લગભગ 50 જેટલાં સ્થળોએ આ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. આ કંપની રાજ્યની સત્તારુઢ પાર્ટી ડીએમકેના શાસક સીએમ સ્ટાલિનના પરિવારની નજીકની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આઈટી વિભાગના અધિકારીઓ 50થી વધુ સ્થળોએ તપાસ કરી રહ્યા છે. જી સ્ક્વેર રિયલ્ટર પર આ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.