Al-Aqsa Flood અલ-અક્સા ફ્લડ: ઇઝરાયેલ-પેલેસ્ટાઇન વચ્ચે અત્યાર સુધી શું થયું છે તેની વિગત અહીં છે. હમાસની સૈન્ય પાંખ અલ-કાસમ બ્રિગેડ્સે ઈઝરાયેલ વિરુદ્ધ મોટા ઓપરેશનની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, અલ-અક્સામાં (તેથી ઓપરેશનનું નામ – Al-Aqsa Flood અલ-અક્સા ફ્લડ) સતત ઉશ્કેરણી અને ઇઝરાયેલની જેલોમાં પેલેસ્ટિનિયન કેદીઓ તરફ લેવાયેલા પગલાંના જવાબમાં Al-Aqsa Flood અલ-અક્સા ફ્લડ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. પેલેસ્ટિનિયન એન્ક્લેવમાંથી ઇઝરાયેલ તરફ હજારો રોકેટ ફાયરિંગનો સમાવેશ થાય છે.
A building is ablaze following rocket attacks from the Gaza
Hamas group started launching rocket attacks
Objects burn on a road after rockets
Rockets are fired from Gaza
Rockets fired by Palestinians fighters
ઇઝરાયેલના કફર અવીવ, તેલ અવીવ, ગાઝા પટ્ટીના 80 કીલીમીટરનો વિસ્તાર, પૂર્વ જેરુસલેમ, મધ્ય અને દક્ષિણ ઇઝરાયેલમાં ચેતવણીના સાયરન વગાડવામાં આવ્યા છે.
ઇઝરાયેલી સેનાએ ગાઝા સાથેના સરહદી વિસ્તારમાં રહેવાસીઓને પણ ઘરની અંદર રહેવાની વિનંતી કરી છે. ઈઝરાયેલમાં વાહનો પર સશસ્ત્ર હમાસ સૈનિકોની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. ઇઝરાયેલી લશ્કરી રેડિયો અહેવાલ મુજબ ; પેલેસ્ટિનિયન સશસ્ત્ર માણસો ગાઝામાંથી ઇઝરાયેલમાં “ઘૂસણખોરી” કરી છે.
ઇઝરાયેલ-પેલેસ્ટાઇ વચ્ચેના ‘અલ-અક્સા ફ્લડ’ – Al-Aqsa Flood માટેની વધુ વિગતો –
ઇઝરાયેલ-પેલેસ્ટાઇનથી 80 કિમીની રેન્જમાં ઈમરજન્સી જાહેર :
ઈઝરાયેલે ગાઝાથી 80 કિમીની રેન્જમાં ઈમરજન્સી જાહેર કરી છે. સેન્ય કાર્યાલય અનુસાર, “વિશેષ પરિસ્થિતિ” જાહેર કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્રદેશમાં તેલ અવીવ અને બેરશેબાનો સમાવેશ થાય છે.
ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટીમાં હમાસના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને ઓપરેશન શરૂ કર્યું છે. સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિવેદન આપ્યું છે.
હમાસના ડેપ્યુટી ચીફ સાલેહનું લડાઈમાં ભાગ લેવા આહ્વાન :
હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ-અરૌરીએ શસ્ત્રો સાથે લડવૈયાઓને લડાઈમાં ભાગ લેવા આહ્વાન કયું છે.
“આપણે બધાએ આ યુદ્ધ લડવું જોઈએ, ખાસ કરીને પશ્ચિમ કાંઠેના પ્રતિકાર લડવૈયાઓએ” : સાલેહ
ઇઝરાયેલી સેનાએ નિવેદન આપ્યું છે કે તેઓ યુદ્ધની સ્થિતિ માટે સજ્જ છે. ઇઝરાયેલી સેનાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા પોસ્ટ કરી કહ્યું,
“હમાસ … જે આ હુમલા પાછળ છે, તે ઘટનાના પરિણામો અને જવાબદારી ઉઠાવે”
“અમે રક્ષણ કરવા સક્ષામ” – ઇઝરાયેલી સૈન્ય :
ઇઝરાયેલી સૈન્ય કહે છે, “દેશભરના ઇઝરાયલીઓ – શબ્બત અને સિમચત તોરાહની રજા પર હતા. સવારે લોકો ગાઝા હુમલાના કારણે સાયરન વાગતા અને હમાસ દ્વારા તેમના પર રોકેટ ફાયરિંગથી જાગી ગયા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેનાની એક પોસ્ટ કરી લખ્યું ; “આપણે આપણી જાતને બચાવવા માટે સક્ષમ છીએ.”
તેલ અવીવમાં થયેલા હુમલાથી લોકો આશ્ચર્યમાં :
ઇઝરાયેલી દૈનિક હારેટ્ઝના પત્રકારે જણાવ્યું હતું કે ગાઝા રોકેટ ફાયર કયું ત્યારે તેલ અવીવમાં રેહતા લોકોને વિશાળ આશ્ચર્ય થયું હતું.
ઇઝરાયેલીઓને હવે માત્ર મિસાઈલની જ ચિંતા નથી, પરંતુ ઇઝરાયેલી વસાહતમાં હમાસના લડવૈયાઓના ઘૂંસપેંઠ પણ ચિંતા છે. અહીં દરેક વ્યક્તિ આ ક્ષણે ખૂબ જ આશ્ચર્યચકિત છે.
તેમણે કહ્યું. “મોટા ભાગના ઇઝરાયેલીઓ માટે આ એક મોટો આંચકો છે. શબ્બાતના દિવસે હુમલો કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ ઇઝરાયેલી સરકાર અને સૈન્ય તરફથી મજબૂત અને કઠોર પ્રતિસાદની અપેક્ષા રાખે છે.
ગાઝા તરફથી રોકેટ ફાયર, ત્યાર બાદ જેરૂસલેમમાં સાયરન્સ વાગ્યું :
નાકાબંધી ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં રોકેટના બેરેજ છોડવામાં આવ્યા બાદ ઇઝરાયેલી સેનાએ જેરૂસલેમમાં સાયરન વગાડ્યું હતું.
હમાસની લશ્કરી પાંખ અને અલ-કાસમ બ્રિગેડના વડા મોહમ્મદ ડેઇફે નિવેદન કર્યું કે, અમે પહેલાથી જ દુશ્મનને ચેતવણી આપી છે. આ કબજાવાળા દેશે અનેક નાગરિકોના નરસંહાર કર્યા છે. આ વર્ષે સેંકડો શહીદો અને ઘાયલો મૃત્યુ પામ્યા છે.
“અમે ઘોષણા કરીએ છીએ કે પ્રથમ સ્ટ્રાઈક જેણે દુશ્મનની જગ્યાઓ, એરપોર્ટ અને લશ્કરી કિલ્લેબંધીને નિશાન બનાવી હતી, 5,000 મિસાઇલો અને શેલ છોડવામાં આવ્યા છે.” વડા મોહમ્મદ ડેઇફ
હમાસનું કહેવું છે કે તેણે ઈઝરાયેલ વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી શરૂ કરી :
હમાસની સૈન્ય પાંખના નેતાનું કહેવું છે કે, હમાસ જૂથે ઈઝરાયેલ વિરુદ્ધ નવું ઓપરેશન શરૂ કર્યું છે. નિવેદનમાં મોહમ્મદ ડેઇફે જણાવ્યું હતું કે “ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ” શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ઇઝરાયેલ પર 5,000 રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલે ગાઝામાંથી પણ ઘૂસણખોરીની જાણ કરી હતી.
ડેઇફે કહ્યું કે “અમે કહેવાનું નક્કી કર્યું છે કે પૂરતું છે,”
તેણે તમામ પેલેસ્ટિનિયનોને ઇઝરાયેલનો સામનો કરવા વિનંતી કરી છે.
હમાસે જવાબદારી સ્વીકારી :
ગાઝા પટ્ટીને ચલાવતા જૂથ હમાસે આશ્ચર્યજનક હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ઇઝરાયેલી સેનાનું કહેવું છે કે સંખ્યાબંધ પેલેસ્ટિનિયન લડવૈયાઓએ માહિતી આપ્યા વિના ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયેલમાં “ઘુસણખોરી” કરી છે. ગાઝા પટ્ટીની આસપાસના વિસ્તારના રહેવાસીઓને તેમના ઘરોમાં આશરો આપ્યો છે.” સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.