ઈઝરાઈલ – હમાસ યુદ્ધ : પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે છે હિંસા : ઈરાન

1
99
ઈઝરાઈલ - હમાસ યુદ્ધ : પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે છે હિંસા : ઈરાન
ઈઝરાઈલ - હમાસ યુદ્ધ : પશ્ચિમ એશિયામાં ફેલાઈ શકે છે હિંસા : ઈરાન

ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરબદુલ્લાહએ ચેતવણી આપીકે ઈઝરાઈલ ગાઝા પટ્ટી પરના હુમલા બંધ કરે નહીતો પશ્ચિમ એશિયાના અનેક વિસ્તારોમાં હિંસા ફેલાશે , તાત્કાલિક આ હુમલો પર નિયત્રણ મેળવે ઈઝરાઈલ અને શાંતિ જાળવવામાં મદદ કરે . હુસૈન બગદાદથી લેબ્લોનની રાજધાની બેરૂત પહોંચીને ત્યાર બાદ સીરીયની રાજધાની જશે . તેમને એક મુલાકાતમાં કહ્યું કે ઈઝરાઈલ દ્વારા ગાઝા પટ્ટીમાં થતા હુમલાઓ બંધ કરવા જોઈએ કરને આનથી પશ્ચિમ એશિયામાં મોટું સંકટ આવશે અને હિંસાઓ ફેલાશે. આ આશંકા વ્યક્ત કરતા ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે આ યુધ્દ લેબલોન ની સરહદ સુધી પહોંચી શકે છે અને જ્યાં દક્ષીણ ઈઝરાઈલ પરના હમાનના હુલ્માઓ બાદ હિઝ્બીલ્લાહના આતંકીઓ પણ એલર્ટ પર છે . એક તરફ ઈઝરાઈલ સેના હમાસના હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે અને એક તરફ હવાઈ હુમલાઓમાં વધારો થયો છેત્યારે ગાઝા પટ્ટીમાં હાલ પરિસ્થિતિ કાબુમાં નથી અને સ્થાનિક નાગરિકોને આ વિસ્તાર છોડવાના ચોપાનીયા પણ નાગરિકોને આપવામાં આવ્યા છે અને માત્ર ત્રણ દિવસ બચે એટલો વીજળીનો જથ્થો બચ્યો છે.

2

એક તરફ અંધકાર અને એક તરફ હવાઈ હુમલાઓના સાયરન નાગરિકોની ઊંઘ હરામ કરી રહ્યા છે અને તમામ લોકોને 24 કલાકમાં આ વિસ્તાર ખાલીકારવાની સુચના ઈઝરાઈલ દ્વારા આપવાના આવતા જ ખળભળાટ મચી ગયો છે કારણકે આ વિસ્તાર માત્ર 24 કલાકમાં ખાલી કરવો ક્યારેય શક્ય નથી . ગાઝા પતિની હોસ્પિટલમાં મૃતદેહના ઢગલા અને પરીવાનોના આક્રંદ સતત વધી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો ઈઝરાઈલ સેના દ્વારા આવી રહ્યા છે અને જયારે હમાસ સંગઠને ઈઝરાઈલ પર હુમલો કર્યો હતો ત્યારે જ ઈઝરાઈલના પ્રધાન મંત્રીએ સંકલ્પ કર્યો હતો કે એકમ પણ આતંકી સંગઠન વાળા વિસ્તારને છોડવામાં નહિ આવે અને ખંડેર બનાવી દેવામાં આવશે ત્યાર બાદ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ભયાનક છે. ઈઝરાઈલ નાગરિકોના મોત અને ગાઝા પટ્ટીમાં હમાસ સમર્થકોના મોતના સમાચાર સતત મળી રહ્યા છે ત્યારે ઈરાનના વિદેશ મંત્રીએ વધુ એક આશંકા જતાવતાં પત્રકારોને જયારે આ વાત કરી ત્યારે એક ચિંતાનું મોજું સમગ્ર પશ્ચિમ એશિયામાં જોવા મળી રહ્યું છે .

izarail yudhdh 3

અમેરિકાએ ખુલ્લેઆમ ઈઝરાઈલને ટેકો આપીને સમર્થન કર્યું છે અને હથિયારો ભરેલું વિમાન પણ મોકલી આપ્યું છે ત્યારે હવે તે વાત સ્પષ્ઠ છેકે આ યુદ્ધ લાંબુ ચાલશે. ઈઝરાઈલમાં ભારતના નાગરિકો હતા તેમને પરત લાવવાની શરૂઆત ઓપરેશન અજય હેઠળ થઇ ચુકી છે અને અત્યાર સુધીમાં ૨૧૫ થી વધુ નાગરિકો વતન પરત ફર્યા છે .


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.

1 COMMENT

Comments are closed.