Yemen: તેલ અવીવ પર ડ્રોન હુમલા બાદ ઈઝરાયલની સીધી એરસ્ટ્રાઈક; અનેક હૂતી બળવાખોરોના મોત

0
236
Yemen: તેલ અવીવ પર ડ્રોન હુમલા બાદ યમનમાં ઈઝરાયલની સીધી એરસ્ટ્રાઈક; અનેક હૂતી બળવાખોરોના મોત
Yemen: તેલ અવીવ પર ડ્રોન હુમલા બાદ યમનમાં ઈઝરાયલની સીધી એરસ્ટ્રાઈક; અનેક હૂતી બળવાખોરોના મોત

Yemen: હુતી બળવાખોરોના હુમલાના એક દિવસ પછી, ઇઝરાયેલે યમનમાં હુતી બળવાખોરો દ્વારા નિયંત્રિત હુદાયદાહ બંદર પર જવાબી કાર્યવાહી કરી છે. આ બંદર લાલ સમુદ્ર પર છે. હુતી વિદ્રોહીઓ સાથે સંકળાયેલા મીડિયા આઉટલેટ્સ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા અને 80 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈઝરાયેલે 24 કલાકની અંદર Yemen ને જવાબ આપ્યો

હુતી બળવાખોરોએ તેલ અવીવ શહેર પર ઘાતક ડ્રોન હુમલો કર્યાના એક દિવસ પછી, ઇઝરાયેલે પશ્ચિમ યમનમાં કેટલાક બળવાખોર જૂથના લક્ષ્યો પર હુમલો કરીને બદલો લીધો. ઈઝરાયેલની સેનાએ આ જાણકારી આપી છે. ઑક્ટોબરમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા પછી યમનની ધરતી પર ઇઝરાયેલ દ્વારા આ પહેલો હુમલો હોવાનું જણાય છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંદર શહેર હોદીદાહ (Yemen) માં તેની ઘણી સ્થિતિઓ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે હુતીઓનો ગઢ માનવામાં આવે છે. તેમણે કહ્યું કે તાજેતરના મહિનાઓમાં ઈઝરાયેલ પર થયેલા સેંકડો હુમલાઓના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

હુતી અધિકારી મોહમ્મદ અબ્દુલ સલામે કહ્યું છે કે આ યમન વિરુદ્ધ ઈઝરાયેલનો બર્બર હુમલો છે. ઈઝરાયેલના રક્ષા મંત્રી યોવ ગેલેંટે કહ્યું છે કે તેમનો દેશ આના દ્વારા હુતી આંદોલનને સંદેશ આપવા માંગે છે.

ગેલન્ટે કહ્યું, “હુમલાથી હોદેદાહમાં ઉછળતી જ્વાળાઓ સમગ્ર મધ્ય પૂર્વમાં જોઈ શકાય છે.”

ઈઝરાયલે Yemenમાં મચાવી તબાહી

માહિતી અનુસાર ઈઝરાયલના વિમાનોએ શનિવારે યમનના હુદૈદાહ પોર્ટની નજીક હૂથી બળવાખોરોના સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કયામત જેવા દૃશ્યો સર્જી દીધા હતા. આ હુમલામાં અનેક લોકોના મોતના અહેવાલ છે. જ્યારે 87થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

ઓઈલ ડેપો અને વીજ સ્ટેશનનું નામોનિશાન ખત્મ

યમનના હૂથી જૂથ દ્વારા સંચાલિત મુખ્ય ટેલિવિઝન સમાચાર આઉટલેટ અલ મસીરા ટીવીએ સ્વાસ્થ્ય મંત્રાલયને જણાવ્યું કે અહીં ઓઈલ ડેપો અને એક વીજ સ્ટેશનને નિશાન બનાવીને કરાયેલા હવાઈ હુમલામાં મોટાપાયે જાનહાનિ થઈ છે. લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ભીષણ બોમ્બમારાને કારણે આખું યમન ધણધણી ઊઠ્યું હતું. લોકોમાં ફફડાટ ફેલાયો હતો. 

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો