Iran-Israel Conflict: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિનાશક તબક્કે પહોંચી ગયું છે. યુદ્ધના 19મા દિવસે અમેરિકાએ ઈરાની સૈન્ય ઠેકાણાઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો બોમ્બમારો કર્યો છે, તો બીજી તરફ ઇઝરાયલે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેનીને ખતમ કરવાની ખુલ્લી ચેતવણી આપી છે.
Iran-Israel Conflict: 2700 કિલોનો બોમ્બ ફેંક્યો
હોર્મુઝ સ્ટ્રેટ (સામુદ્રધુની) ખોલવા અને આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષા માટે અમેરિકી સેનાએ ઈરાનના દરિયાકાંઠાના મિસાઈલ ઠેકાણાઓ પર 2700 કિલો (અંદાજે 5000 પાઉન્ડ) વજનના શક્તિશાળી બોમ્બ ફેંક્યા છે. આ બોમ્બ જમીનની અંદર બનેલા બંકરો અને મિસાઈલ ડેપોને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે.

Iran-Israel Conflict: “મુજતબા ખામેની અમારું આગામી લક્ષ્ય”
ઇઝરાયલી સેનાના પ્રવક્તા એફી ડેફ્રિને સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ભલે જાહેરમાં ઓછા દેખાતા હોય, પરંતુ ઇઝરાયલ તેમને શોધીને ખતમ કરી દેશે.
- સિક્યોરિટી ચીફની હત્યા: આ અગાઉ ઇઝરાયલે ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાની અને તેમના પુત્રને એક લક્ષિત હુમલામાં મારી નાખ્યા છે, જેની પુષ્ટિ ઈરાનની IRGC એ પણ કરી છે.
Iran-Israel Conflict: તેલ અવીવ પર મિસાઈલ વર્ષા
લારીજાની અને બસીજ ફોર્સના કમાન્ડરના મોતનો બદલો લેવા ઈરાને ઇઝરાયલની રાજધાની તેલ અવીવ સહિત 100થી વધુ સ્થળોએ બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. આ હુમલામાં ઇઝરાયલમાં 70 વર્ષના એક વૃદ્ધ દંપતીનું મોત થયું છે અને અનેક ઇમારતો તથા ટ્રેન સ્ટેશનોને નુકસાન પહોંચ્યું છે.
Iran-Israel Conflict: એન્ટી-ટેરરિઝમ ચીફનું રાજીનામું
ઈરાન સાથેના યુદ્ધના વિરોધમાં અમેરિકાના ટોચના એન્ટી-ટેરરિઝમ અધિકારી જો કેન્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાનું રાજીનામું સોંપ્યું છે. કેન્ટના મતે ઈરાનથી અમેરિકાને કોઈ સીધો ખતરો નથી અને આ યુદ્ધ દબાણ હેઠળ શરૂ કરાયું છે. જોકે, ટ્રમ્પે કેન્ટને ‘નબળા’ ગણાવી તેમના રાજીનામાને યોગ્ય ઠેરવ્યું છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને ભારતની ભૂમિકા
- પીએમ મોદીની વાતચીત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાત કરી મધ્ય પૂર્વમાં વધતા તણાવ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતની પ્રાથમિકતા પોતાના નાગરિકોની સુરક્ષા અને ઉર્જા પુરવઠો જાળવી રાખવાની છે.
- ભૂખમરાનું સંકટ: સંયુક્ત રાષ્ટ્ર (UN) એ ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ જૂન સુધી ચાલશે, તો વિશ્વમાં 4.5 કરોડથી વધુ લોકો ભૂખમરાની ગંભીર સ્થિતિમાં આવી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે નીચે ક્લિક કરો :




