Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય

0
125
Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય
Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય

Iran Attack: ઈરાને 1 ઓક્ટોબર મંગળવારના રોજ ઈઝરાયેલ પર 180 થી વધુ બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો. બે દિવસ બાદ ઈરાનના શક્તિશાળી કુદ્સ ફોર્સના વડા ઈસ્માઈલ કાની ગુમ છે. ઈરાન તેમની સાથે સંપર્ક સ્થાપિત કરવામાં સક્ષમ નથી. મળતી માહિતી મુજબ હસન નસરાલ્લાહના મોત બાદ તે લેબનોન પહોંચી ગયો હતો. પરંતુ હવે તે કઈ સ્થિતિમાં છે તે કોઈને ખબર નથી.

ઇઝરાયેલ હુમલા બાદ ગુમ

Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય
Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય

ઈરાનના બે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે ગુરુવારે બેરૂતમાં ઈઝરાયેલી હવાઈ હુમલા બાદ ઈસ્માઈલ કાનીનો કોઈ પત્તો નથી. ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, તે બેરૂતના દહિયા વિસ્તારમાં હતા. અહીં ગુરુવારે ઈઝરાયેલે હિઝબુલ્લાહના સંભવિત ઉત્તરાધિકારી હાશિમ સફીઉદ્દીનને સ્ટ્રાઈકમાં નિશાન બનાવ્યું હતું. જો કે ઈરાનના અધિકારીનું કહેવું છે કે ઈસ્માઈલ સફીઉદ્દીનને મળ્યા ન હતા. બીજી તરફ બેરૂત હુમલામાં ઈસ્માઈલ કાની માર્યા ગયાના સમાચાર પર ઈઝરાયેલે કોઈ સ્પષ્ટ ટિપ્પણી કરી નથી.

સફીઉદ્દીન પણ ગુમ

હિઝબુલ્લાનું કહેવું છે કે તેના નેતા હાશિમ સફીઉદ્દીન (Hashim Safiuddin) નો પણ સંપર્ક થઈ શક્યો નથી. તેની શોધખોળના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઈઝરાયેલ આ શોધને આગળ વધવા દેતું નથી. 27 સપ્ટેમ્બરના રોજ ઇઝરાયેલે બેરૂતમાં એક મોટા બોમ્બ વિસ્ફોટમાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહને મારી નાખ્યા હતા. આ પછી ઉત્તરાધિકારી તરીકે હાશિમ સફીઉદ્દીનનું નામ સૌથી આગળ હતું.

ઈસ્માઈલ કાની વિશે

67 વર્ષીય ઈસ્માઈલ કાની (Ismail Kani) નો જન્મ મશહાદમાં થયો હતો. આ શહેર ઉત્તર-પૂર્વ ઈરાનમાં આવેલું છે. તેઓ 1980ના દાયકામાં ઈરાન-ઈરાક યુદ્ધ દરમિયાન રિવોલ્યુશનરી ગાર્ડ્સમાં જોડાયા હતા. 2020 માં, કુદ્સ ફોર્સના વડા કાસિમ સુલેમાની ઇરાકની રાજધાની બગદાદમાં યુએસ ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. આ પછી ઈરાને ઈસ્માઈલ કાનીને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સની વિદેશી સૈન્ય ગુપ્તચર સેવાના વડા તરીકે નિયુક્ત કર્યા. (Iran Attack)

ઈઝરાયેલ ફરી એલર્ટ

7 ઓક્ટોબરે હમાસના હુમલાને એક વર્ષ પૂર્ણ થશે. આ કારણે ઈઝરાયલે પોતાની સેનાને એલર્ટ પર રાખી છે.

એક સૈન્ય અધિકારીએ કહ્યું કે દેશ પણ ઈરાનના મિસાઈલ હુમલાને લઈને એલર્ટ પર છે અને જવાબી કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યો છે.

આ ચેતવણી ત્યારે આવી છે જ્યારે ઇઝરાયેલ લેબનોનના હિઝબોલ્લાહ આતંકવાદી જૂથ સાથેના યુદ્ધમાં લૉક છે.

hamas lebanon
Iran Attack: ધરતી ખાઈ ગઈ કે આકાશ ગળી ગયું, ઈરાનના કુદ્સ ફોર્સ ચીફ ગુમ; ઈઝરાયેલ સામે શંકાની સોય

Iran Attack: 7મી ઓક્ટોબરે શું થયું?

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 7 ઓક્ટોબરે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ (#Hamas) દ્વારા ઈઝરાયેલ પરના હુમલામાં 1205 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના નાગરિકો હતા. આ સાથે હમાસના લડવૈયાઓ ઈઝરાયેલની સરહદમાં ઘૂસી ગયા અને તેના સેંકડો લોકોને બંધક બનાવ્યા. અહીંથી લડાઈ શરૂ થઈ અને ઈઝરાયલે હમાસ પર હુમલો કરી ગાઝાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દીધું.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો