ઈરાને હવે અમેરિકી સૈનિકો પર કર્યો મિસાઈલ વડે હુમલો,  ઘણા અમેરિકી જવાનો ઘાયલ

0
149
Iran attack on us airbase
Iran attack on us airbase

Iran attack on us airbase   : પશ્ચિમ ઈરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદી જૂથોએ શનિવારે અમેરિકી સેનાના ઠેકાણા પર રોકેટ અને બેલિસ્ટિક મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેમાં ઘણા અમેરિકન સૈનિકો ઈજગ્રસ્ત થયા હતા. આ હુમલા અંગેની માહિતી યુએસ સેન્ટ્રલ કમાન્ડે આપી છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઘણા સૈનિકોને ગંભીર ઈજાઓ થઈ છે, જેની સારવાર કરવામાં આવી રહી છે. આ હુમલામાં એક સેવા કરનાર ઈરાકી સભ્ય પણ ઘાયલ થયો હતો.

Iran attack on us airbase

Iran attack on us airbase : મોટા ભાગની મિસાઈલોને નષ્ટ કરી નાખી : યુએસ સેન્ટ્રલ કમાન્ડ

Iran attack on us airbase : યુએસ સેન્ટ્રલ કમાન્ડે (US Central Command) સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરતા લખ્યું હતું કે 20 જાન્યુઆરીએ સાંજે 6:30 વાગ્યે (સ્થાનિક સમય અનુસાર) પશ્ચિમ ઇરાકમાં અલ-અસદ એરબેઝ પર ઘણી બેલિસ્ટિક મિસાઇલો (multiple ballistic missiles) અને રોકેટ છોડવામાં આવી હતી, જો કે એર ડિફેન્સ સિસ્ટમ (air defense system) દ્વારા મોટાભાગની મિસાઈલોને હવામાં જ રોકીને નષ્ટ કરી નાખી હતી, જ્યારે કેટલીક મિસાઈલો એરબેઝ પર પડી હતી. હાલમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ હુમલામાં કેટલાક અમેરિકન સૈનિકોને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી.

Iran attack on us airbase

Iran attack on us airbase : સીરિયા પર ઈઝરાયેલના હુમલામાં 4 ઈરાની સૈનિકો માર્યા ગયા

સીરિયાની રાજધાની દમાસ્કસ (Damascus) પર ઈઝરાયેલના હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના ચાર સૈનિકો માર્યા ગયા હતા. મૃતકોમાં સીરિયન ફોર્સના ઇન્ફોર્મેશન યુનિટના પ્રમુખ પણ સામેલ હતા. આ હુમલા અંગે ઈરાને કહ્યું હતું કે માજેહ (Majeh)માં એક ઈમારત પણ ધ્વસ્ત થઈ ગઈ છે. હુમલામાં અન્ય પાંચમા મૃતકની ઓળખ થઈ નથી.

Iran attack on us airbase

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ઈરાને ‘સોરાયા’ સેટેલાઇટ લોન્ચ કરીને તેને અત્યાર સુધીની સૌથી ઊંચી કક્ષામાં મૂક્યો છે. આ તે કાર્યક્રમનો એક ભાગ છે જેમાં પશ્ચિમી દેશોએ અદ્યતન બેલેસ્ટિક મિસાઈલો બનાવવાની આશંકા વ્યક્ત કરી છે.

તમે આ પણ વાંચી શકો છો

આતે કેવી દુશ્મની, માલદીવ સરકારે ભારત સાથે દુશ્મની નિભાવવા એક માસુમ બાળકનો જીવ લીધો  

Android ફોન પર VR LIVE GUJARAT ની પર એપ કરો ડાઉનલોડ અને 22 જાન્યુઆરીએ અયોધ્યાથી પ્રભુ શ્રી રામના કરો દર્શન સીધા તમારા મોબાઈલ પર