Iran Attack: લેબનોનમાં હિઝબુલ્લાહના પ્રભાવ હેઠળના દક્ષિણ વિસ્તાર પર ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહી અને ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલાને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. લેબનોનમાં ઈઝરાયેલી સેના અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે અને શરૂઆતી આંચકામાં ઈઝરાયેલના 8 સૈનિકો માર્યા ગયા છે અને 27થી વધુ ઘાયલ થયા છે.
આ પહેલા મંગળવારે મોડી રાત્રે ઈરાને ઈઝરાયેલ પર 181 બેલેસ્ટિક મિસાઈલથી કરેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા.
Iran Attack: પીએમએ શોક વ્યક્ત કર્યો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર લખ્યું કે હું આજે લેબનોનમાં શહીદ થયેલા આપણા સૈનિકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમના પરિવારને આશીર્વાદ આપે.
ઇઝરાયલને જીતની ખાતરી
પીએમ નેતન્યાહુએ કહ્યું કે આપણે ઈરાનની દુષ્ટતાની ધરી સામે મુશ્કેલ યુદ્ધની વચ્ચે છીએ, જે આપણને નષ્ટ કરવા માંગે છે. આવું નહીં થાય. અમે સાથે ઊભા છીએ અને ભગવાનના આશીર્વાદથી આપણે જીતીશું. અમે ઇઝરાયેલની જીતની ખાતરી આપીએ છીએ.
ઈરાનને જડબાતોડ જવાબ આપશે
મંગળવારે થયેલા હુમલા બાદ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાને (Iran Attack) ભૂલ કરી છે અને તેને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. અમેરિકાએ એમ પણ કહ્યું છે કે ઈરાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે. જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને કહ્યું છે કે જો ઈઝરાયેલ તેની ગુનાહિત ગતિવિધિઓ બંધ નહીં કરે તો તેને વધુ હુમલાઓનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો