IPL AUCTION : પંજાબે (PUNJAB KINGS)  IPL AUCTIONમાં કરી મોટી ભૂલ

0
216

પ્રીતિ ઝિંટાની(Priety Zinta) ટીમે જબરદસ્તી ખરીદવો પડ્યો આ ખેલાડી

IPL AUCTIONમાં પંજાબ કિંગ્સના માલિકોએ એવી ભૂલ કરી કે ચાહકો પણ પોતાની હસી ન રોકી શક્યા. તમે પણ હસવા લાગશો.

IPL 2024 માટે મીની ઑક્શન 19 ડિસેમ્બરે દુબઈના કોકા-કોલા એરિનામાં યોજાયું હતું. આ ઑક્શનમાં IPLના ઈસિહાસમાં સૌથી ઊંચી બોલી મિચેલ સ્ટાર્ક પર લાગી. મિચેલ સ્ટાર્કને શાહરૂખ ખાનની ટીમ KKRએ 24.75 કરોડમાં ખરીદ્યો તો વર્લ્ડ કપ વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ (20.50 કરોડ) પણ  સૌથી મોંઘા ખેલાડીની લિસ્ટમાં સામેલ થયા.

શું થઈ ભૂલ

ઑક્શન દરમિયાન પંજાબ કિંગ્સની ટીમે ખેલાડીઓની બોલી લગાવતા એક મોટી ભૂલ કરી દીધી. પંજાબની ટીમે 20 લાખ રૂપિયામાં શશાંક સિંહ નામના ખેલાડીને ખરીદ્યો. શંશાક માટે પંજાબની ટીમે બોલી લગાવવા પેડલ ઉઠાવ્યો. પરંતુ જેમ જ બોલી લગાવવા માટે યૂઝ થનાર હેમર નીચે થયો, પંજાબે કહ્યું કે તેઓ આ ખેલાડી નથી ખરીદવા માગતા. 

નામમાં ભૂલ થતાં ખરીદ્યો

નામમાં ભૂલ થતાં પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિંટાએ શશાંક સિંહ માટે બોલી લગાવી હતી. પરંતુ જ્યાં સુધીમાં પંજાબ કિંગ્સના માલિકો આ અંગે સ્પષ્ટતા કરે  તે પહેલા જ ઓક્શનર મલ્લિકા સાગરે હેમર નીચે કરી દીધા હતી અને શશાંકને પંજાબે ખરીદ્યો હોવાનું જાહેર કર્યું હતું. આ પછી પંજાબ કિંગ્સના માલિક નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટા કંઈ કરી શકે તેમ નહોતા.

IMG 0037

સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાઈરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ નિર્ણય બાદ પ્રીતિ ઝિંટા ખૂબ જ નિરાશ દેખાઈ રહી છે પરંતુ તેની પાસે ભૂલ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે જ સમયે, શશાંક સિંહનું નસીબ બદલાય છે અને ન ઈચ્છવા છતાં, તે પંજાબ કિંગ્સ ટીમનો ભાગ બની જાય છે. શશાંક પંજાબની મૂળ કિંમત 20 લાખ છે. જ્યારે પંજાબ કિંગ્સે શશાંક સિંહની હરાજી દરમિયાન એકલા હાથે બોલી લગાવી હતી.

શું છે IPL AUCTIONના રુલ્સ

IPLના ઓક્શનનના રુલ્સ પ્રમાણે, જો કોઈ ટીમ કોઈ ખેલાડી માટે બોલી લગાવે છે અને ઓક્શનમાં ઉપયોગ કરાતો હેમર નીચે કરી દેવામાં આવી જાય છે તો ખેલાડીને ખરીદવો જ પડે છે. 

PUNJAB KINGSએ કોને ખરીદ્યા

પંજાબ કિંગ્સે હરાજીમાં ભારત માટે રમતા હર્ષલ પટેલને રૂ. 11.75 કરોડ, રિલે રૂસો દક્ષિણ આફ્રિકા રૂ. 8 કરોડ, ક્રિસ વોક્સ ઇંગ્લેન્ડ રૂ. 4.2 કરોડ, તનય થિયાગરાજન ભારત રૂ. 20 લાખ, પ્રિન્સ ચૌધરી ભારત રૂ. 20 લાખ, વિશ્વનાથ પ્રતાપસિંહ ભારતે રૂ. 20 લાખમાં ખરીદ્યા હતા. (IPL ઓક્શન) , શશાંક સિંહ ભરત રૂ. 20 લાખમાં અને આશુતોષ શર્મા ભરત રૂ. 20 લાખમાં અને તેમની ટીમમાં સામેલ છે.

કોણ છે SHASHANK SINGH?

મુંબઈમાં જન્મેલા શશાંકનો પરિવાર મૂળરુપથી છત્તીસગઢના ભિલાઈનો છે. પરંતુ શશાંકે મુંબઈમાં જ પોતાના ક્રિકેટ કરિયરની શરૂઆત કરી. 2019માં તેણે ઓડિશા સામે પોતાનો ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો. પ્રથમ મેચમાં શશાંક કોઈ મોટો સ્કોર ન બનાવી શક્યો પરંતુ તેણે 2 વિકેટ લીધી હતા અને 8 રન બનાવ્યા હતા

સનરાઈઝર્સ હૈદ્રાબાદે (SRH) શશાંકને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

સનરાઈઝર્સ હૈદ્રાબાદે IPL 2022માં મેગા ઓક્શનમાં શશાંક સિંહને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ પહેલા તે 2018માં દિલ્હી કેપિટલ્સનો ભાગ રહ્યો હતો, પરંતુ DCએ તેને એક પણ મેચ ચાન્સ આપ્યા વગર રિલીઝ કરી દીધો હતો. 2019માં શશાંકને રાજસ્થાન રોયલ્સે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને 2021માં રિટેન પણ કર્યો હતો. પરંતુ અહીંયા પણ તેમને પ્લેઈંગ 11માં તક ન મળી. જો કે, હવે હૈદરાબાદે તેમને તક આપતા શશાંકે સારો સ્કોર બનાવ્યો હતો.

PUNJAB KINGS (PBKS)ની ટીમ

શિખર ધવન, લિયામ લિવિંગસ્ટોન*, જોની બેરસ્ટો*, જીતેશ શર્મા, શિવમ સિંહ, રાહુલ ચાહર, પ્રભસિમરન સિંહ, અર્શદીપ સિંહ, હરપ્રીત ભાટિયા, હરપ્રીત બ્રાર, અથર્વ તાયડે, વિદ્વાથ કવેરપ્પા, ઋષિ ધવન, કાગીસો રબાડા* , સેમ કુરન*, નાથન એલિસ*, સિકંદર રઝા*, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ*, આશુતોષ શર્મા, વિશ્વનાથ પ્રતાપ સિંહ, શશાંક સિંઘ, તનય થિયાગરાજન, પ્રિન્સ ચૌધરી, રિલે રોસો*