IPL 2026 Schedule Out: 28 માર્ચથી પ્રારંભ, ઓપનિંગમાં ચેમ્પિયન RCB અને SRH ટકરાશે; ચૂંટણીને કારણે શેડ્યૂલ બે ભાગમાં

0
89
IPL 2026 Schedule
IPL 2026 Schedule

IPL 2026 Schedule Out: BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના પ્રથમ તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટની શરૂઆત 28 માર્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની રોમાંચક મેચથી થશે.

IPL 2026 Schedule Out

IPL 2026 Schedule Out: શેડ્યૂલની મુખ્ય વિગતો

  • પ્રથમ તબક્કો: શરૂઆતના 16 દિવસમાં કુલ 20 મેચો રમાશે.
  • ડબલ હેડર: આ ગાળા દરમિયાન 4 દિવસ ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) મુકાબલા જોવા મળશે.
  • મુંબઈ ઈન્ડિયન્સ: 5 વખતની ચેમ્પિયન ટીમ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમમાં KKR સામે અભિયાન શરૂ કરશે.
  • ચૂંટણીની અસર: 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને કારણે ઓપનિંગ મેચ 26ના બદલે 28 માર્ચે રાખવામાં આવી છે. બીજા તબક્કાનું શેડ્યૂલ ચૂંટણીની તારીખો બાદ જાહેર થશે.
IPL 2026 Schedule Out
IPL 2026 Schedule Out

ગયા વર્ષની દુર્ઘટનાના પડઘા: સુરક્ષા પર ખાસ નજર

ઓપનિંગ મેચ બેંગલુરુમાં યોજાવાની છે, પરંતુ અહીં સુરક્ષા એક મોટો પડકાર છે. ગત સિઝનમાં જ્યારે RCB પ્રથમવાર ચેમ્પિયન બન્યું ત્યારે વિજય પરેડ દરમિયાન સર્જાયેલી નાસભાગમાં 11 ફેન્સના મોત થયા હતા. આ કાળી યાદોને જોતા, આ વર્ષે BCCI અને સ્થાનિક પોલીસ સ્ટેડિયમમાં અને તેની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવશે.

IPL 2026 Schedule Out: RCB ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે

ગયા વર્ષે પંજાબ કિંગ્સને ફાઈનલમાં 6 રને હરાવીને ટાઈટલ જીતનાર RCB આ વખતે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઓપનિંગ મેચ, ક્વોલિફાયર-2 અને ફાઈનલની યજમાની કરશે. ટૂર્નામેન્ટની પરંપરા મુજબ ચેમ્પિયન ટીમના મેદાન પર જ ફાઈનલ યોજાય છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

લોકસભામાં ગરમાવો: ‘સ્પીકર કોઈ પક્ષના નહીં, સમગ્ર ગૃહના હોય છે’, અવિશ્વાસ પ્રસ્તાવ પર અમિત શાહનો વિપક્ષને જડબાતોડ જવાબ