IPL 2026 Eliminator: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ મચાવી તબાહી, 29 બોલમાં 97 રન ફટકારી ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; હૈદરાબાદ સામે રાજસ્થાન મજબૂત સ્થિતિમાં

0
105
IPL 2026 Eliminator
IPL 2026 EliminatorI

મુલ્લાનપુર:

IPL 2026 Eliminator: IPL 2026 ની કરો યા મરો સમાન ‘એલિમિનેટર’ મેચમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) ની ટીમો મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં સામસામે ટકરાઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, રાજસ્થાનના ઓપનરોએ આ નિર્ણયને ખોટો સાબિત કરતા તોફાની બેટિંગ કરી છે. રાજસ્થાને 17 ઓવરના અંતે 5 વિકેટ ગુમાવીને 220 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો છે.

IPL 2026 Eliminator: માત્ર 3 રન માટે સદી ચૂકી ગયો વૈભવ, ક્રિસ ગેલનો રેકોર્ડ ધ્વસ્ત

IPL 2026 Eliminator

રાજસ્થાન રોયલ્સ તરફથી બેટિંગ કરતા માત્ર 15 વર્ષના યુવા સનસનાટી કિંગ વૈભવ સૂર્યવંશીએ હૈદરાબાદના બોલરોની આકરી ધુલાઈ કરી હતી. વૈભવ ફાસ્ટેસ્ટ સેન્ચુરી મારવાથી સહેજ માટે ચૂકી ગયો હતો અને 334.48 ની વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી માત્ર 29 બોલમાં 97 રન બનાવી આઉટ થયો હતો. પોતાની આ શાનદાર ઇનિંગ્સમાં તેણે 5 ચોગ્ગા અને 12 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા.

આ તોફાની ઇનિંગ સાથે જ વૈભવે યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગેલે વર્ષ 2012 માં 59 સિક્સર ફટકારી હતી, જ્યારે વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં અત્યાર સુધી 65 સિક્સર ફટકારી ચૂક્યો છે.

IPL 2026 Eliminator: રાજસ્થાનનો મજબૂત સ્કોર, ધ્રુવ જુરેલની અડધી સદી

વૈભવ ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે 29 રન, રિયાન પરાગે 26 રન અને દાસુન શનાકાએ 5 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મિડલ ઓર્ડરમાં ધ્રુવ જુરેલે શાનદાર બેટિંગ કરતા 50 રનની અડધી સદી ફટકારી હતી. હાલ ક્રીઝ પર ડોનોવન ફરેરા અને રવીન્દ્ર જાડેજા રમી રહ્યા છે.

ટીમ કમ્પોઝિશનની વાત કરીએ તો, SRH એ પ્લેઇંગ-11 માં હર્ષલ પટેલની જગ્યાએ પ્રફુલ્લ હિંગેને સામેલ કર્યો છે. બીજી તરફ રાજસ્થાનની ટીમમાં રવીન્દ્ર જાડેજાની પ્લેઇંગ-11 માં વાપસી થઈ છે, જ્યારે શુભમ દુબેને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. જે પણ ટીમ આ મેચ હારશે તે ટૂર્નામેન્ટમાંથી સીધી બહાર થઈ જશે.

IPL 2026 Eliminator: બન્ને ટીમની પ્લેઇંગ-11 (Playing XI)

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH):

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે.

  • ઇમ્પેક્ટ ઓપ્શન્સ: સલિલ અરોરા, અનિકેત વર્મા, લિયામ લિવિંગસ્ટન, હર્ષ દુબે, હર્ષલ પટેલ.

રાજસ્થાન રોયલ્સ (RR):

યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા.

  • ઇમ્પેક્ટ ઓપ્શન્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આસામમાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ અને ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર દેશનું ત્રીજું રાજ્ય, જાણો કયા 10 મોટા ફેરફારો થશે