IPL 2024 Auction : દુબઈમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન આઈપીએલ 2024 (IPL 2024 Auction) માટે ખેલાડીઓની હરાજી થઈ રહી છે. પહેલીવાર દેશની બહાર આઈપીએલ ઓક્શન થઈ રહી છે. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ગુજરાતે પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી. આ જ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 20.50 કરોડ રૂપિયામાં વેચાયો હતો. તેને સ્ટાર્કના દોઢ કલાક પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો. આ ઓક્શનમાં હર્ષલ પટેલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. તેને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે પ્રારંભિક બિડિંગ યુદ્ધ હતું. દિલ્હીએ રૂ. 9.60 કરોડ અને મુંબઈએ રૂ. 10 કરોડ સુધીની બોલી લગાવી હતી. અહીંથી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે બિડિંગ યુદ્ધ હતું. આખરે કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડમાં ખરીદ્યો. અત્યાર સુધીમાં 21 ખેલાડીઓ વેચાયા છે, 14 વિદેશી અને 7 ભારતીય ખેલાડીઓને ખરીદનાર મળ્યા છે. 10 ટીમમાં હજુ પણ 56 ખેલાડીઓની જગ્યાઓ ખાલી છે. ગુજરાત પાસે હજુ પણ સૌથી વધુ રૂ. 31.85 કરોડનું પર્સ છે. કોલકાતા નાઈટ રાઈડર્સમાં 9 ખેલાડીઓની જગ્યા ખાલી છે અને તેમની પાસે માત્ર 6.95 કરોડ રૂપિયા બાકી છે.

આઈપીએલ 2024 (IPL 2024 Auction) ની આ મિની ઓક્શનમાં કયા ખેલાડીને કેટલી રકમ મળી
IPL 2024 Auction : સોલ્ડ ખેલાડીઓની યાદી
1. રોવમેન પોવેલ (વેસ્ટ ઈન્ડિઝ)- 7.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ (બેસ પ્રાઈઝ 1 કરોડ)
2. હેરી બ્રુક (ઈંગ્લેન્ડ)- 4 કરોડ, દિલ્હી કેપિટલ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
3. ટ્રેવિસ હેડ (ઓસ્ટ્રેલિયા)- 6.80 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
4. વાનિંદુ હસારંગા (શ્રીલંકા)- 1.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 1.5 કરોડ)
5 રચિન રવિન્દ્ર (ન્યૂઝીલેન્ડ)- 1.80 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ: 50 લાખ)
6. શાર્દુલ ઠાકુર (ભારત)- 4 કરોડ, ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ 2 કરોડ)
7 અજમતુલ્લાહ ઉરમઝઈ (અફઘાનિસ્તાન) – 50 લાખ, ગુજરાત ટાઈટન્સ (બેસ પ્રાઈઝ- 50 લાખ)
8. પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)- 20.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
9. હર્ષલ પટેલ (ભારત)- 11.75 કરોડ, પંજાબ કિંગ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
10. ગેરાલ્ડ કોએત્ઝી (દક્ષિણ આફ્રીકા)- 5 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)
11. ડેરિલ મિચેલ (ન્યૂઝીલેન્ડ)- 14 કરોડ- ચેન્નાઈ સુપરકિંગ્સ (બેસ પ્રાઈઝ- 1 કરોડ)
12. ક્રિસ વોક્સ (ઈંગ્લેન્ડ)- 4.20 કરોડ, પંજાબ કિંગ્સ (બેસ પ્રાઈઝ- 2 કરોડ)

અત્રે નોંધનીય છે કે આ ઓક્શન માટે 333 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે. 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ આ યાદીમાં સામેલ છે. જેમાંથી બે ખેલાડી એસોસિએટ દેશોના પણ છે. આ ઉપરાંત આ હરાજીમાં 116 કેપ્ડ અને 215 અનકેપ્ડ ખેલાડીઓ સામેલ છે. મિની ઓક્શનમાં 10 ફ્રેન્ચાઈઝીએ 77 સ્લોટ ભરવાના છે. જેમાંથી 30 વિદેશી ખેલાડીઓ માટે રિઝર્વ છે.
તમે આ પણ વાંચી શકો છો
IPL 2024 : MI એ કેમ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો ? શું કહ્યું સુનીલ ગાવસ્કરે