શાકભાજી અને ફળોના ભાવમાં અસહ્ય વધારો

0
172

ગુજરાત સહીત ઉત્તરપ્રદેશ, મધ્‍યપ્રદેશ, પંજાબ, હરિયાણા અને બિહારમાં પડેલા માવઠાના કારણે ખેત પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે શાકભાજી અને ફળોના ભાવમાં પણ વધારો થયો છે. કેરી, બટાટા, મોસમી ફળો અને શાકભાજીને ભારે નુકસાન થયું છે. ઘઉં, સરસવ, ચણા, વટાણા અને મસૂર જેવા કઠોળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. હાલમાં ટામેટાનો ભાવ રૂ. ૩૦થી ૪૦ પ્રતિ કિલો થઈ ગયા છે. આદુ અને લીંબુનો ભાવ રૂ. ૧૬૦ થઈ ગયો છે. લીલા મરચા રૂ. ૧૦૦-૧૨૦ પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. સફરજન રૂ. ૧૪૦થી ૧૬૦ પ્રતિ કિલોના ભાવે વેંચાઈ છે.