પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કરી ભારત અને ચીનની પ્રશંસા

0
24

વિદેશમાં વસતા પાકિસ્તાનીઓને પાકિસ્તાનમાં રોકાણ કરવા સમજાવો : ઇમરાન

ભારત અને ચીને આ કામ પહેલાથી જ કર્યું છે : ઇમરાન

પાકિસ્તાનનું અર્થતંત્ર હાલ સાવ ખાડે ગયું છે. તે વચ્ચે ત્યાંના પૂર્વ વડાપ્રધાન અને PTI સુપ્રીમો ઇમરાન ખાને ફરી ભારતના વખાણ કર્યા છે. તેમણે પાકિસ્તાનની શરીફ સરકારને સલાહ આપતા કહ્યું છે કે, “વિદેશમાં એક કરોડ જેટલા પાકિસ્તાનીઓ રહે છે, જેમની પાસે 22 કરોડ પાકિસ્તાનીઓ કરતા પણ વધારે ડોલર છે, તેઓને પાકિસ્તાનમાં રોકાણ કરવા માટે સમજાવવાની જરુર છે. જે દિવસે આ પાકિસ્તાનીઓ પાકિસ્તાનમાં રોકાણ કરતા થઈ જશે, ત્યારે ડોલરની સમસ્યા દૂર થઈ જશે. ભારત અને ચીનની પ્રગતિ શરુ થઈ ત્યારે વિદેશમાં રહેતા ભારતીય અને ચીનીઓ પોત પોતાના દેશમાં રોકાણ કરવા લાગ્યા હતા.”