OFFBEAT 103 | ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અને વર્લ્ડ મ્યુઝીક દિવસ

0
113
OFFBEAT 103 | ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અને વર્લ્ડ મ્યુઝીક દિવસ
OFFBEAT 103 | ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ અને વર્લ્ડ મ્યુઝીક દિવસ

નમસ્કાર આજે ૨૧ જુન વર્લ્ડ મ્યુઝીક દિવસ- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ , આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઓફબીટના પ્રેરણાત્મક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો . તે મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા; મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ સાધે છે. યોગ તે  ફક્ત કસરત નથી, પરંતુ તમારી જાત સાથે , વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની તક આપે છે. યોગ  આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અપનાવવાની દિશામાં કામ કરીએ.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: દર વર્ષે 21 જૂન ને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે જેથી વધુને વધુ લોકોમાં યોગ વિશે જાગૃતિ આવે. યોગએ આપણી જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે આજથી નહીં પરંતુ ઘણા વર્ષોથી ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આને ધ્યાનમાં રાખીને અને યોગ વિશે વધુને વધુ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

યોગ તમારા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. દર વર્ષે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે દરેક વ્યક્તિ એક જગ્યાએ ભેગા થાય છે અને યોગ કરે છે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે યોગ કરવું એ કોઈ નવી વાત નથી, પરંતુ તેની શરૂઆત હજારો વર્ષ પહેલા ભારતમાં થઈ હતી. એટલું જ નહીં, તેનો ઉલ્લેખ ઋગ્વેદ જેવા પૌરાણિક પુસ્તકોમાં પણ જોવા મળે છે.

27 સપ્ટેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં તેમના ભાષણ દરમિયાન વડા પ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ખ્યાલ સૌપ્રથમ પ્રસ્તાવિત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ જાહેરાત કરી હતી કે 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

અહી ઉલ્લેખનીય છેકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ન્યુયોર્કમાં ખાસ કાર્યક્રમ આયોજિત થયો છે તેમાં યોગા કરી રહ્યા છે અને દેશ અને દુનિયાના લોકોને યોગ વિષે ભારતીય સંસ્કૃતિમાં કેટલું મહત્વ છે તે જવાની રહ્યા છે.

યોગ એ આપની સંકૃતિ છે અને ગુજરાતમાં આજે અનેક સ્થળોએ યોગ દિવસ પર કાર્યક્રમોનું આયોજન થયું હતું.