INDvsENG : આવતીકાલથી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમવાની શરૂઆત થશે, રાંચીના JSCA સ્ટેડીયમ ખાતે સવારે 09:30 થી મેચની શરૂઆત થશે, રાજકોટ મેચ જીત્યા બાદ ભારતીય ટીમ પૂરી ઉત્સાહમાં છે, અને આજ ઉત્સાહ સાથે રાંચીમાં પણ ઉતરશે, ભારતીય ટીમ હાલ ફોર્મમાં છે.
INDvsENG : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ આવતીકાલ ૨૩ ફ્રેબ્રુઆરીથી જેએસસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ રાંચીમાં રમાશે. ભારત અને ઈંગ્લેન્ડ 23 ફેબ્રુઆરીએ પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ચોથી વખત સામસામે ટકરાશે. રાંચીની પિચ પર તિરાડો જોઈને બેન સ્ટોક્સની ચિંતા વધી ગઈ છે.બુધવારે બંને કેપ્ટન રોહિત શર્મા અને બેન સ્ટોક્સે પ્રેક્ટિસ દરમિયાન પિચનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન બોલરોએ પિચ પર તિરાડો પણ જોયા. આનાથી સ્પિનરો ઉત્સાહિત થઈ ગયા હશે, પરંતુ કોણ કોના પર પ્રભુત્વ જમાવશે તે તો મેચના દિવસે જ ખબર પડશે.
INDvsENG : ઈંગ્લેન્ડે ટીમમાં ફેરફાર કર્યા છે
INDvsENG : પીચ જોયા બાદ ઈંગ્લેન્ડની ટીમે પોતાના સ્પિન વિભાગમાં ફેરફાર કર્યા છે. રેહાનની જગ્યાએ ઓફ સ્પિનર શોએબ બશીરને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ભારત પાસે અનુભવી સ્પિનરો અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પણ છે.
INDvsENG : પિચ રિપોર્ટ
JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સની સપાટી સ્પિન ફ્રેન્ડલી હોવાની અપેક્ષા છે. પીચ સૂકી હોવાથી સ્પિનરોને મદદ કરે છે. આશા છે કે, મેચ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તિરાડો ખુલશે. બેટ્સમેનોએ ખુલીને રમતા પહેલા પીચનો મૂડ સમજવો પડશે. અહીં ટોસ મોટી ભૂમિકા ભજવશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. નોંધનીય છે કે ભારતની ટીમ ૨-૧ થી સીરીઝમાં આગળ ચાલી રહી છે.
लेटेस्ट खबरो के लिए यहाँ क्लिक करे
यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे
पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने
दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे