Indore Constituency: ઈન્દોર લોકસભા સીટ પરથી ભાજપના શંકર લાલવાણી રેકોર્ડ મતોથી જીત્યા છે. શંકર લાલવાણીને કુલ 1226751 મત મળ્યા. શંકરે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર સંજયને 1175092 મતોથી હરાવ્યા.
આ લોકસભા સીટની ખાસ વાત એ હતી કે મતદારોએ NOTA બટન માટે 2 લાખથી વધુ વોટ આપ્યા હતા. નોટાને કુલ 218674 વોટ મળ્યા.
Indore Constituency: સૌથી મોટો રેકોર્ડ કોના નામે હતો?
શંકર લાલવાણી પહેલા વધુ મતોથી જીતવાનો રેકોર્ડ ભાજપના સીઆર પાટીલના નામે હતો. તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની નવસાર લોકસભા બેઠક પરથી 6.9 લાખ મતોના માર્જિનથી જીત્યા હતા.
Indore: મધ્યપ્રદેશમાં શું છે ટ્રેન્ડ
મધ્યપ્રદેશની જનતાએ ભાજપને પૂર્ણ બહુમતી આપી છે. મધ્યપ્રદેશની 29 લોકસભા સીટો પર કમળ ખીલ્યું છે. બીજેપી અહીં ક્લીન સ્વીપ કરી છે.
મધ્યપ્રદેશની ગુના લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પોતના નામે જીત નોંધાવી છે. જબલપુરથી આશિષ દુબે પણ જીત્યા છે. વિદિશા લોકસભા સીટ પરથી જીત્યા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો